પ્રેમિકાએ તરછોડતા આપઘાત કરનાર પ્રેમીની અંતિમ ઇચ્છા પ્રેમીકાના સ્પર્શની!

12 April 2019 06:57 PM
Ahmedabad Gujarat
  • પ્રેમિકાએ તરછોડતા આપઘાત કરનાર
પ્રેમીની અંતિમ ઇચ્છા પ્રેમીકાના સ્પર્શની!

આ તે કેવુ દિવાના પન? : સુસાઇડ નોટ વાંચી પોલીસ પણ અચંબામાં મુકાઇ

Advertisement

વડોદરા તા.12
’મારા મરી ગયા પછી શરીરને મારી પ્રેમિકાનો સ્પર્શ કરાવજો, પ્લીઝ મારા શરીર સાથે તેનું મિલન કરાવજો’ આ શબ્દો છે એક પ્રેમીના જેણે વડોદરામાં પોતાની પ્રેમિકાના વિરહમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. પ્રેમીએ લખેલી સ્યુસાઇડ નોટ પોલીસ કબજે કરી કર્યા બાદ તેનું લખાણ વાંતીને પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ પાસેના અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતો 22 વર્ષીય યુવક વિકર્મ રાઠવા નજીકની રેફ્રિજેટરેટની દુકાનમાં કામ કરતો હતો. વિક્રમને વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી પ્રેમિકા વચ્ચે વિખવાદ થતા વિકર્મે બુધવારે રાત્રે ગળે ફાંસો ખાઈ લીધો હતો. વિક્રમે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યુ, ’હું તમને મારી જીંદગીની પહેલી ને છેલ્લી ઇચ્છા બતાવું છું.તે ઇચ્છા તમે પૂરી કરશો. મારી તેનો મને તમારા પર પૂરો વિશ્વાસ છે.મારા મરી ગયા પછી (પ્રેમિકાનું નામ) આ છોકરી જોડે મારા શરીરનો સ્પર્શ કરાવજો. પ્લીઝ મારા શરીર જોડે એનું મિલન કરાવજો. આ ઇચ્છા પુરી થવાથી મારી અંતર આત્માને પૂર્ણ શાંતિ મળી છે તેવું હું માનું છું.જો આ ઇચ્છા તમે મારી ના પૂરી કરો તો મારા મોતના ગુનેહગાર તમે બધા છો.’


Advertisement