પ્રિયંકા ગાંધીનો ગુજરાતમાં જાહેરસભાનો તખ્તો તૈયાર: અંબાજી-સોમનાથ મંદિરનાં દર્શનનો સમાવેશ

12 April 2019 06:52 PM
Ahmedabad Gujarat
  • પ્રિયંકા ગાંધીનો ગુજરાતમાં જાહેરસભાનો તખ્તો તૈયાર: અંબાજી-સોમનાથ મંદિરનાં દર્શનનો સમાવેશ

બારડોલી, દાહોદ, કેશોદ, પોરબંદર, પાટણમાં જાહેરસભા સંબોધશે

Advertisement

રાજકોટ તા.12
લોકસભાની ચૂંટણી પ્રચાર-પ્રસાર દિન પ્રતિદિન ચરમસીમાએ પહોંચી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાહુલગાંધી અને પ્રિયંકા ગાધી પણ ગુજરાતના પ્રચારમાં જાહેરસભાઓ અને સોમનાથ, અંબાજી મંદિરે દર્શનનો કાર્યક્રમો ગોઠવાઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર માટે પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે તે્રઓ સોમનાથ અને અંબાજી મંદિરના દર્શન સાથે 20મી એપ્રિલે બારડોલી, દાહોદ, પાટણમાં સભા તેમજ કેશોદ, પોરબંદરમાં પણ જાહેરસભાને સંબોધશે. તા.18મીએ રાહુલ ગાંધીનો પ્રવાસ તારીખમાં ફેરફાર થઈ શકે છે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.


Advertisement