ભારત અવકાશમાં ઉપગ્રહ છોડી પણ શકે છે અને તોડી પણ શકે છે: મોદી સરકારની સિદ્ધિઓનો સમગ્ર રાજકોટમાં ટંકાર

12 April 2019 06:17 PM
Rajkot Saurashtra
  • ભારત અવકાશમાં ઉપગ્રહ છોડી પણ શકે છે અને તોડી પણ શકે છે: મોદી સરકારની સિદ્ધિઓનો સમગ્ર રાજકોટમાં ટંકાર

આ દેશ કોના હાથમાં સલામત? મોદી-મોદી-મોદી: રાજકોટનો જવાબ : લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાના પ્રચારનું વાવાઝોડુ ફુંકાયુ: દરેક વોર્ડમાં ભાજપનો સંપર્ક અભિયાન ફરી વળ્યું: સમગ્ર સંસદીય ક્ષેત્રમાં પ્રચારનો પહેલો રાઉન્ડ પુરો : એઈમ્સના નકશામાં રાજકોટને સ્થાન: આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં રાજકોટનું નામ, સ્માર્ટ સીટીની ભેટ, ભરઉનાળે આજી-ન્યારીમાં પાણીના હિલોળા: મોદી-રૂપાણીની છે આ કમાલ

Advertisement

રાજકોટ તા.12
સમગ્ર દેશમાં અત્યારે લોકસભા ચૂંટણી સમયે એક જ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યો છે કે આ દેશ કોના હાથમાં સલામત છે. તુષ્ટીકરણના માર્ગે જનાર કોંગ્રેસના હાથમાં કે પછી સશક્તિકરણનો માર્ગ અપનાવનાર ભાજપના હાથમાં આ સમયે સમગ્ર મેદનીમાંથી મોદી મોદીના નારા ગુંજી ઉઠે છે અને તે તા.23ના રોજ મતપેટીમાં કમળરૂપી સંદેશનું વાવાઝોડું ફુંકશે તે નિશ્ર્ચિત છે. રાજકોટ મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાએ આક્રમક શબ્દોમાં જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એ વાતને દોહરાવુ છું કે ભારત અવકાશમાં ઉપગ્રહ છોડી શકે છે અને તેને તોડી પણ શકે છે. જે નરેન્દ્રભાઈના કારણે શકય બને છે.
લોકસભા ચૂંટણી માટે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાનો પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે અને ફરી એક વખત રાજકોટ લોકસભામાં ભાજપનો વિજય વાવટો ફરકી જશે તેવા નિશ્ર્ચિત સંકેતો વચ્ચે પણ શ્રી મોહનભાઈ કુંડારીયા અને ટીમ ભાજપ સમગ્ર રાજકોટ તથા આસપાસના મતવિસ્તારમાં ફરીને એક એક મતવિસ્તાર સુધી નરેન્દ્રભાઈ મોદીનો રાષ્ટ્રીય સંકલ્પ પહોંચાડવા માટે અવિરત પ્રયાસ કરી રહી છે.
શ્રી કુંડારીયા સહીતના વકતાઓએ જણાવ્યું કે નરેન્દ્રભાઈને કારણે દેશ પાંચ વર્ષ સુધી સ્થિર શાસનમાં રહ્યો છે અને ફકત ભારત જ નહી હવે સમગ્ર વિશ્ર્વ નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે ત્યારે આપણે સૌએ ફીર એકવાર મોદી સરકારના નિશ્ર્ચયને આગળ વધારવાનો છે. તા.23ના કમળનુ બટન દબાવીને વિપક્ષને સાફ કરવાનો આપણી પાસે જે તક છે તેનો વ્હેલી સવારે જ મતદાન માટે જઈને ઉપયોગ કરી રહે તે જરૂરી છે.
રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ગત લોકસભા ચૂંટણીમાં પણ કેસરીયો માહોલ સર્જાયો હતો. રાજકોટ શહેરને પાણી પાણી કરી દેનાર સૌની યોજનાના સર્જક નરેન્દ્રભાઈ મોદી અને આ યોજનાને સફળતાપૂર્વક અમલમાં મુકનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઋણ આપણે ચુકવવાનું છે જેણે રાજકોટને આકરા ઉનાળા છતા કદી પાણીકાપમાં ધકેલ્યુ નથી. રાજકોટ અને સૌરાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ભર ઉનાળે દેશમાં છલોછલ પાણી લહેરાતા હોય.
રાજકોટની જ વાત છે તો કદી કોઈએ કલ્પના નહી કરી હોય કે ન્યુ રેસકોર્ષ નામનુ વધુ જાહેર સુવિધાસભર મનોરંજન સ્થળ રાજકોટને મળશે. રાજકોટના નાગરિકોએ કદી કલ્પના નહી કરી હોય કે આંતરરાષ્ટ્રીય વિમાની મથકે આટલા ઝડપથી રાજકોટમાં સાકાર થવા જશે. રાજકોટના લાખો નાગરિકોએ કદી એ વિચાર્યુ પણ નહી હોય કે તેઓ એરપોર્ટ જેવુ જ બસસ્પોટ પણ મેળવશે અને એઈમ્સના નકશા પર રાજકોટને પણ સ્થાન મળશે તે પણ કદી કોંગ્રેસ શાસનમાં શકય બન્યુ ન હતું તે તમામ આજે રાજકોટને સુવિધાસભર ભેટ તરીકે મળી રહ્યા છે અને આ વિચારદોટ ચાલુ રહે તે માટે આપણે સૌએ કમળ સંદેશ આપવાનો છે.
રાજકોટ શહેરમાં ભાજપના પ્રચારમાં પક્ષ પ્રમુખ કમલેશ મીરાણી ઉપરાંત આ બેઠકના પ્રભારી નરહરીભાઈ અમીન, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કીશોરભાઈ રાઠોડ, કોર્પોરેટ જયમીનભાઈ ઠાકર તથા શહેર ભાજપના અગ્રણી મયુરભાઈ શાહ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ સમગ્ર રાજકોટ ખુંદી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવાર માટે કયા મુદા પર પ્રચારકરવો તે પ્રશ્ર્ન છે તો ભાજપના ઉમેદવારને જનતા જ મુદા આપી રહી છે અને કહી રહી છે કે જેમ ગુજરાતમાં છેલ્લા 22 વર્ષમાં રાજકોટે ભાજપને અપનાવ્યુ છે તો સંસદમાં પણ તેનું જ પુનરાવર્તન થશે.


Advertisement