અલ્પેશને બિહારના સહપ્રભારી પદેથી હટાવાયા: હવે કોંગ્રેસ વધુ પગલા લેશે

12 April 2019 06:09 PM
Ahmedabad Gujarat
  • અલ્પેશને બિહારના સહપ્રભારી પદેથી હટાવાયા: હવે કોંગ્રેસ વધુ પગલા લેશે

કાનુની સલાહ બાદ આગળ વધવા તૈયારી: બળવાખોર નેતાએ બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવારનો પ્રચાર શરુ કર્યો

Advertisement

રાજકોટ: ગુજરાત કોંગ્રેસથી અલગ થયેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે એક તરફ હવે ખુલ્લેઆમ બનાસકાંઠા લોકસભા બેઠક હેઠળઆવતા દીયોદરમાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ટેકાના જાહેરસભા સંબોધને કોંગ્રેસને પડકાર આપ્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે હવે અલ્પેશ સામે પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ પગલા શરુ કર્યા છે અને આ અંગે કાનુની સલાહ લૂઈને આગળ વધશે. અલ્પેશ ઠાકોર ન જો સસ્પેન્ડ કરે તો તેનું ધારાસભ્ય પદ જળવાશે અને તે અન એટેચ સભ્ય ગણાશે પણ કોંગ્રેસ માને છે કે અલ્પેશ અને તેના સાથીદારો ધારાસભ્યપદ ગુમાવે તે જરૂરીછે. કોંગ્રેસ પક્ષે અલ્પેશને બિહારના સહપ્રભારીપદેથી દૂર કરી તેનું સ્થાન અજયકપુર નામના પીઢ નેતાએ આ જવાબદારી સોંપી છે.


Advertisement