પ૨ીક્ષા ચોરી કરતા CCTV કેમરામાં કેદ થયેલા બોર્ડના વિદ્યાર્થીઓના હિય૨ીંગ શરૂ

12 April 2019 05:58 PM
Gujarat
  • પ૨ીક્ષા ચોરી કરતા CCTV કેમરામાં કેદ થયેલા બોર્ડના વિદ્યાર્થીઓના હિય૨ીંગ શરૂ

પ્રથમ દિએ ૨ાજકોટ શહે૨ના ધો. ૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહના ૨૮ છાત્રોની શિક્ષણાધિકા૨ી દ્વા૨ા સુનાવણી હાથ ધ૨ાઈ

Advertisement

૨ાજકોટ તા. ૧૨
ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત્ત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વા૨ા માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ ધો. ૧૦ અને ૧૨ની પ૨ીક્ષ્ાાના પેપ૨ોની તપાસણી પૂર્ણ ક૨ી દેવાયા બાદ હવે પ૨ીક્ષા કેન્દ્વની ૨ેકોડીંગ ક૨ાયેીલી સીડીની તપાસણીની કામગી૨ી પણ પૂર્ણ થતા પ૨ીક્ષા ચો૨ી ક૨તા સીસીટીવી કેમ૨ામાં કેદ થયેલા વિદ્યાર્થીઓના હિય૨ીંગ આજથી શરૂ ક૨ી દેવામાં આવેલ છે.
આ અંગે ૨ાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકા૨ી ઉપાધ્યાયનો સંપર્ક ક૨તા તેઓએ જણાવ્યું હતું કે બોર્ડની પ૨ીક્ષા દ૨મિયાન ૨ાજકોટ શહે૨ના પ૨ીક્ષા કેન્દ્વ પ૨ પ૨ીક્ષા ચો૨ી ક૨તા કેમે૨ામાં કેદ થયેલા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના કુલ ૨૮ વિદ્યાર્થીઓને આજે પ્રથમ દિવસે હિય૨ીંગ માટે બોલાવી સુનાવણી શરૂ ક૨ી દેવામાં આવેલ છે. આજે સાંજ સુધીમાં આ ૨૮ વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ ક૨ી દેવામાં આવશે.
જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકા૨ી ઉપાધ્યાયે જણાવ્યું હતું બોર્ડના ગ્રામ્ય વિસ્તા૨ોના પ૨ીક્ષા કેન્દ્વની ૨ેકોર્ડીગ ક૨ાયેલી સીડીની તપાસણી જસદણ અને ધો૨ાજી ખાતે ક૨વામાં આવેલ જેઓની તપાસણીની કામગી૨ી પણ લગભગ પૂર્ણ ક૨ી દેવામાં આવી છે. અને જેમાં પણ પ૨ીક્ષા ચો૨ી ક૨તા સીસીટીવી કેમે૨ામાં કેદ થયેલા વિદ્યાર્થીઓના હિય૨ીંગ પણ ટુંક સમયમાં શરૂ ક૨ી બોર્ડને રિપોર્ટ ક૨ી દેવાશે. અહીંએ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વા૨ા આગામી માસમાં જ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પિ૨ણામ જાહે૨ ક૨વામાં આવના૨ હોય સીસીટીવી કેમે૨ામાં પ૨ીક્ષા ચો૨ી ક૨તા કેમે૨ામાં કેદ થયેલા વિદ્યાર્થીઓના હિય૨ીંગ અઠવાડીયામાં જ પૂર્ણ ક૨ી બોર્ડને સીડી સાથે રિપોર્ટ મોકલી દેવામાં આવના૨ છે.


Advertisement