આઈપીએલ ટીમ પર ત્રાસવાદી હુમલાનો ભય

12 April 2019 04:22 PM
Sports
  • આઈપીએલ ટીમ પર
ત્રાસવાદી હુમલાનો ભય

ટીમની હોટલ અથવા બસ પર ત્રાસવાદી ત્રાટકી શકે છે: મુંબઈ ટાર્ગેટ

Advertisement

નવી દિલ્હી તા.12
દેશમાં હાલ ચાલી રહેલી ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ) પર ત્રાસવાદી હુમલાનું જોખમ છે. ગુપ્તચર સંસ્થાના જણાવ્યા મુજબ મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં કે પછી આઈપીએલની ટીમ જયાં ઉતરી હોય તે હોટલ અથવા તેમને સ્ટેડીયમ પર લઈ જતી બસ પર હુમલો થઈ શકે છે. ખાસ કરીને વિદેશી ખેલાડીઓ વધુ હોય તે ટીમ અને તેમની બસ નીશાન બની શકે છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ ત્રાસવાદી સંગઠનોએ સંયુક્ત આ હુમલાની તૈયારી કરી છે અને તે માટે કેટલી રેસી પણ કરી લેવામાં આવી છે અને ગમે તે સમયે આહુમલો થઈ શકે છે. આ સૂચનાને પગલે તમામ ટીમની સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે તથા હોટલની અંદર પણ મુલાકાતીઓ માટે ખાસ નિયંત્રણો મુકી દેવામાં આવ્યા છે. બસના રૂટના વધારાના સુરક્ષાના ઉપાયો કરવામાં આવ્યા છે.


Advertisement