સોમવારે રાજુલામાં રાહુલ ગાંધીની જાહેરસભા

12 April 2019 02:39 PM
Gujarat
  • સોમવારે રાજુલામાં રાહુલ ગાંધીની જાહેરસભા

પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો સહિત જંગી માનવ મેદની ઉમટશે : કોંગ્રેસમાં ઉત્સાહ

Advertisement

અમરેલી તા.12
અમરેલી, જુનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર અનુક્રમે પરેશ ધાનાણી, પૂંજાભાઈ વંશ અને મનહર પટેલને વિજેતા બનાવવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રી ય કોંગ્રેસનાં અઘ્યથક્ષ રાહુલ ગાંધી આગામી સોમવારે બપરોનાં ર કલાકે રાજુલા-જેસર હાઈ-વે પરઆવેલ આસરાણા ચોકડી ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે.
જાહેરસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિઘ્ધોર્થ પટેલ, શકિતસિંહ ગોહીલ, જિલ્લાા કોંગી પ્રમુખ અર્જુન સોસા, પ્રવિણભાઈ રાઠોડ સહિતનાં આગેવાનો પણ ઉપસ્થિાત રહેશે.
જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર થવાની હોય પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરીયા, ધારાસભ્ય અંબરીશ ડેર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્યય ભગાભાઈ બારડ સહિતનાં કોંગીજનો ઘ્વારરા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


Advertisement