જુલાઈથી મેઈડ ઈન ઈન્ડીયા આઈફોન એકસ મળશે

11 April 2019 03:39 PM
India Technology
  • જુલાઈથી મેઈડ ઈન ઈન્ડીયા આઈફોન એકસ મળશે

ચેન્નઈ નજીક તાઈવાનની કંપનીનો ઉત્પાદન પ્લાન્ટ તૈયાર

Advertisement

ચેન્નઈ તા.11
દેશમાં આઈફોન માટેનો ક્રેઝ વધતો જાય છે તે વચ્ચે ભારતમાં જ નિર્મીત આઈફોન એકસ જુલાઈ માસમાં ભારતમાં લોન્ચ થઈ જશે. એપલ કંપની દ્વારા તાઈવાનની એક કંપનીને ફોકસકોમને ભારતમાં આઈફોનના ઉત્પાદન માટે લાયસન્સ આપ્યુ છે અને ચેન્નઈ નજીક 160 એકર જમીનમાં આઈફોનની ફેકટરી શરુ થશે અને ભારતમાં જ તે આઈફોનની લેટેસ્ટ સીરીઝ આઈફોન એકસના ઉત્પાદનથી મેઈડ ઈન ઈન્ડીયા આઈફોન મળવા લાગશે અને આઈફોનનું વિશ્ર્વના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. સરકાર દ્વારા લાંબા સમય પહેલા મેઈક ઈન ઈન્ડીયા પ્રોગ્રામ હેઠળવિશ્ર્વની તમામ ટેલીફોન કંપનીઓને તેઓ જે આઈફોન સહીતના મોબાઈલ ભારતમાં વહેચે છે તેનુ ઉત્પાદન ભારતમાં જ કરવા માટે જણાવાયુ હતું. જેના પરિણામે આજે ભારતમાં મોબાઈલ ફેકટરીઓ લાગી છે અને તેમાં આઈફોનનો પણ સમાવેશ થાય છે. તાઈવાનની કંપની ફોકસકોન જે ચીનમાં પણ આઈફોનનું ઉત્પાદન કરે છે તેને ભારતમાં આઈફોન ઉત્પાદનનો પ્લાન્ટ નાંખ્યો છે અને તે ભવિષ્યમાં તે તબકકાવાર 50 કરોડ આઈફોન દર વર્ષે ઉત્પાદીત કરશે.


Advertisement