જસદણમાં ૮ દિવસે પાણી વિતરણ : પ્રજાજનોમાં દેકારો

11 April 2019 01:41 PM
Jasdan
  • જસદણમાં ૮ દિવસે પાણી વિતરણ : પ્રજાજનોમાં દેકારો

વિકાસ કામોની વાતો વચ્ચે ટેન્કરોની દોડાદોડી : નેતાઅો મત માંગી સત્તા પર અાવ્યા પણ પ્રજાની પીડા કોરાણે મુકાઈ

Advertisement

જસદણ, તા. ૧૧ જસદણમાં અાધુનિક સમયમાં કેટલાંક વિસ્તારોમાં પાણીના ટેન્કરો હજુ ઉનાળાના પ્રારંભે થતા લોકોમાં ભારે અચરજ ફેલાયુ છે. ઝડપી યુગમાં વિકાસની વાતો વચ્ચે હાલમાં જસદણને અાઠરુદસ દિવસે પાણી મળી રહયું હોવાથી લોકોમાં રાડ બોલી ગઈ છે. ૧૯૯પથી જસદણને નગરપાલીકનો દરજજો પ્રાપ્ત થયા બાદ પ્રજાને દરરોજ પાણી મળ્યુ નથી. અે હકીકત છે અને પાલિકાઅે અા ગાળામાં વિવિધ વેરાઅો વધારી ભયંકર ગેરરીતિ અાચરી પ્રજાના પૈસે તાગડધીન્ના કયાૅ છે બે ચાર છ અાઠ દસ દિવસે પાણી અાપી વષૅમાં માત્ર ૭પ દિવસ પાણી અાપી બારેમાસનો વેરો વસુલ કરે છે શહેરમાં ચોમેર વિસ્તારોમાં માથાભારે અને રાજકારણીઅોઅે હજારોની સંખ્યામાં પોતાના બંગલા, ઘર, કારખાના અને શાળા, ફેકટરીઅો, દુકાનોમાં ભુતિયા નળજોડાણ લઈ લીધા છે અને અેમાંથી માત્ર બે પાંચની સંખ્યામાં નળજોડાણ અને જાણે વાઘ માયોૅ હોય અેમ પબ્લીસીટી મેળવી રહયા છે. છેલ્લા ર૪ વષૅના ગાળામાં અેકપણ ચીફ અોફિસર અને પ્રમુખે જસદણને ભવિષ્યમાં પાણીની તંગી ઉભી થશે. અેવા વિચારથી કાયમી પોતાનો કહી શકાય તેવો પાણીનો સ્તોત્ર શોધી શકયા નથી. પાલિકા પાણી મેળવે છે. તે અાલણસાગર તળાવ પણ નાની સિંચાઈ હસ્તક છે. જયારે જયારે શહેરમાં પાણીની તંગી ઉભી થાય ત્યારે અમુક લતાઅોમાં પાણીના દાર બનાવી ટાંકી મુકી સ્ટેન્ડ પોસ્ટો પણ મુકાવ્યા પણ અા સ્ટેન્ડ પોસ્ટો કેટલાય વિસ્તારોમાથી ગુમ થયાને વહાણા વિતી ગયા તો પણ અેકપણ પોલીસ ફરીયાદ થઈ નથી. પાણી માટે જસદણમાં સમ્પ, અોવરહેન્ડ ટેન્ક, પાઈપલાઈન, મોટરોમાં અબજો રૂપિયા પ્રજાના નાણાથી થયા પણ જસદણમાં હજુ કેટલાંય વિસ્તારોમાં લોકોને ઈલે. મોટરથી પાણી ખેંચવું પડે છે ત્યારે જ નળમાં પાણી અાવે છે. નવાઈની વાત અે છે કે પાલિકા અાને પાણી ચોરી ગણતી જ નથી ! અેક પણ નાગરીકને ઈલે. મોટર વડે પાણી ખેંચવાનો અાજ સુધી પાલિકાઅે દંડ કયોૅ નથી. છેલ્લા ર૪ વષૅમાં સભ્યોઅે વધુ ઘ્યાન રાખ્યું છે કે બીજા કોન્ટ્રાકટરોના નામે સફાઈ ફિલ્ટર પ્લાન્ટની ચોકીદારી, વિવિધ માલ, સામાન્ય અાપવો બાંધકામો રાખી અેમાંથી મલાઈ તારવી તગડા કેમ બનવું અને જવાબદારોઅે પણ કામો ચેક કયાૅ વગર ગેરરીતિ અાચરી બિલો પાસ જ કયાૅ હોવાથી પાણીની લાંબાગાળાની યોજના સાકાર કરી શકયા નથી હવે સરકાર પાસે ખોળો પાથયોૅ છે કે અમને નમૅદાનું પાણી પાછળ રખડનારા પોતાના સ્વાથૅ માટે ચૂંટણી પ્રસારરુપ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે પાલિકાઅે લાખો રૂપિયાના બિલો ચુકવણા બંધ રાખી. જસદણના નાગરીકોને ત્રણ દિવસે પાણી અાપવું જોઈઅે અને ટેન્કર પ્રથા બંધ કરવી જોઈઅે. અેવી લોકોમાં વ્યાપક માંગણી ઉઠવા પામી છે.


Advertisement