રુચિ સોયાને ખરીદવા પતંજલીની રૂપિયા 4,350 કરોડની ઓફર છેલ્લા તબકકામાં

11 April 2019 12:10 PM
Business India
  • રુચિ સોયાને ખરીદવા પતંજલીની રૂપિયા 4,350 કરોડની ઓફર છેલ્લા તબકકામાં

સોદાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે

Advertisement

મુંબઈ તા.11
પતંજલી આયુર્વેદ દેવામાં ડુબેલી રુચિ સોયાને ખરીદવા માટે જે ઓફર કરી હતી તે હવે અંતિમ તબકકામાં પહોંચી છે. કારણ કે આ સોદાને મંજુરી આપવા માટે મંગળવારે કમીટી ઓફ ક્રેડીટર્સની બેઠક યોજાઈ હતી એમ બે પરિચિત અધિકારીએ જણાવ્યું હતું. ‘આ સોદાની જાહેરાત ચાલુ મહીને થવાની શકયતા છે.’ એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પતંજલી આયુર્વેદના પ્રવકતા એસ.કે.તિજરાવાલાએ મંગળવારે સીઓસીની બેઠક મળી હોવાની વાતને પુષ્ટિ આપી હતી પરંતુ વધુ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવની પતંજલી આયુર્વેદે ગયા મહીને તેની ઓફર બદલી હતી અને અગાઉની ઓફરમાં રૂા.200 કરોડ ઉમેરીને રૂા.4350 કરોડની ઓફર મુકી હતી. પતંજલીએ ખાનગી સેકટરની અદાણી વિલ્મરની રૂા.4100 કરોડની ઓફર કરતાં ઉંચી બોલી લગાવી છે. પતંજલીની રૂા.4350 કરોડની ઓફરમાંથી રૂા.115 કરોડ કંપની ઈકિવટી તરીકે આવશે જયારે બાકીના રૂા.4235 કરોડ ફાઈનાન્સીયલ ક્રેડીટર્સમાં વહેંચવામાં આવશે.
જાહેર ક્ષેત્રની ધિરાણકાર આઈડીબીઆઈ બેંક અને એસબીઆઈએ રુચિ સોયા પાસેથી સૌથી વધુ રકમ લેવાની નીકળે છે. રુચિ સોયા માટે અદાણી વિલ્મર અને પતંજલી દ્વારા જબીડ કરવામાં આવી હતી પરંતુ અદાણી વિલ્મરે ઈનસોલ્વન્સી પ્રક્રિયા પુરી થવામાં વધારે પડતો વિલંબ થવાનું કારણ આપીને ઓફર પાછી લઈ લીધી હતી.


Advertisement