કનકાઈ માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રિ અવસરે ત્રિદિવસીય વિવિધ ધામીૅક કાયૅક્રમો

10 April 2019 03:48 PM
Jasdan

નવચંડી હોમાત્મક હવન; મહાપુજા-માઈભકતોનું સન્માન

Advertisement

સરધાર તા. ૧૦ ૮૪ જ્ઞાતિના કેળદેવી અેવા શ્રી કનકાઈ માતાજી (ગીરરુમઘ્યે)ના મંદિરે ચૈત્ર નવરાત્રી નિમીતે ત્રિદિવસીય મહોત્સવનુ ભવ્ય અાયોજન કરવામાં અાવેલ છે જેમાં માંની સ્તુતી વંદના ૧ર/૪/ર૦૧૯ ને શુક્રવારના રોજ સંઘ્યા સમયે થશે અાઠમને તા. ૧૩/૪ ના હવન અષ્ટમી નિમીતે 'હોમાત્મક નવચંડી યજ્ઞ સવારે ૮ થી કલાકેથી પૂજા વિધિનો કાયૅક્રમ શરૂ થશે. શ્રીફળ હોમવાનો પુણાૅહુતિ હોમ સાંજે ૪રુ૩૦ કલાકે મુખ્યમનોરથી અનિલભાઈ અમૃતલાલ શાહનો પરિવાર બીરાજશે. રવિવારના રોજ રામ જન્મોત્સવ સંત શિરોમણી શ્રી સીતારામબાપુ શિવકુંજ અાશ્રમ જાળીયા) ત્થા પૂજય વરૂણાનંદ સરસ્વતી, પૂજય રામેશ્ર્વરનંદ સરસ્વતી દ્રારા સવારે ૯રુ૩૦ કલાકેથી ઉજવવામાં અાવશે. રામનવમીના મુખ્ય મનોરથ શ્રમ કાનજીભાઈ કલ્યાણજીભાઈ કાનગડ (કે.કે. બિલ્ડસૅરુરાજકોટ) રહેશે. ચૈત્ર નવરાત્રી મહોત્સવ પ્રસંગે પધારેોલ હર કોઈ માઈ ભકતો મહાનુભાવોનું સન્માન ત્થા અાભારવિધિ સંસ્થાના પ્રમુખ નરેન્દ્રકુમાર કે. જાની ઉપપ્રમુખ દીપકભાઈ ડી. ગાંધી ત્થા મંત્રી હિતેષભાઈ પંડયાના વરદ હસ્તે થશે ભકતો માટે પ્રસાદી (ભોજન) સવારે તેમજ સાંજ રાખેલ છે. કનકાઈ મુકામે જવા અાવવા જુનાગઢ તેમજ અમરેલીથી અેસ.ટી. બસ મળશે તો માતાજીની સેવાનો લાભ લેવા દરેક માઈ ભકતો પૂજા અને મહાઅારતિનો લાભ લેવા શ્રી માતાજી કનકેશ્ર્વરી ટે્રમ્પલ ટ્રસ્ટ વતી મેનેજર શ્રી દેવાંગભાઈ અોઝા પૂજારી શ્રી હરીભાઈ જાનીની અેક અખબારી યાદીમાં જણાવેલ છે.


Advertisement