જસદણમાં વાડીમાં પાકૅ કરેલી ટ્રાવેલ્સની બસમાંથી ૪ વ્હીલ-બેટરી ચોરી જતા તસ્કરો

09 April 2019 03:21 PM
Jasdan

રૂા. ૮૮ હજારના મુદામાલની ચોરી થયાની પોલીસમાં ફરીયાદ

Advertisement

રાજકોટ, તા. ૯ જસદણમાં બાયપાસ પાસે, અેક વાડીમાં પાકૅ કરેલ ટ્રાવેલ્સની બસમાંથી તસ્કરો ૪ વ્હીલરુબેટરી કાઢી ચોરી ગયાની પોલીસમાં ફરીયાદ નોધાવાઈ છે. અા બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકાઅે પીઅેસઅાઈ અાર.અે.ભોજાણીઅે તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ જસદણમાં મણિનગર ગઢડીયા રોડ પર રહેતા અને ટ્રાવેલ્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ જીવકુભાઈ વાળાઅે પોતાની અાઈકૃપા ટ્રાવેલ્સની જીજે ૦૩ ૯૭૯૬ નંબરની બસ જસદણ બાયપાસ રોડ પર અેકતા પેટ્રોલ પંપની સામે જેન્તીભાઈ લાખાભાઈ હીરપરાની વાડીમાં પાકૅ કરી હીત. અા બસમાંથી ગત તા. ૭/૪ રાત્રીથી ૮/૪ સુધીના સમયમાં કોઈ હરામખોરો પાછળના ટાયરરુવ્હીલ પ્લેટ સહિત ૪(રૂા. ૬૮ હજાર) નંગ ટાયર તથા બસમાંથી રૂા. ર૦ હજારની બે બેટરી મળી કુલ રૂા. ૮૮ હજારનો મુદામાલ ચોરી ગયા છે. હરેશભાઈ વાળાઅે અા બાબતે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઅેસઅાઈ અાર.અે.ભોજાણીઅે તપાસ અાદરી છે.


Advertisement