મોદી કરતાં મનમોહને શેરબજારમાં વધુ વળતર આપ્યું

09 April 2019 12:05 PM
Business India
  • મોદી કરતાં મનમોહને શેરબજારમાં વધુ વળતર આપ્યું

Advertisement

એનડીએ શાસનના પાંચ વર્ષમાં વાર્ષિક 9.31% વળતર મળ્યું જયારે યુપીએ-1માં 22.9%
મે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સતા પર આવ્યા પછી સેન્સેકસમાં વાર્ષિક 9.37%નું વળતર મળ્યું છે, પરંતુ આગળની સરકારોના મુકાબલે રિટર્નનો દર ઓછો છે. મોદી સરકાર બની ત્યારથી 5 એપ્રિલ સુધી સેન્સેકસમાં 56% રિટર્ન મળ્યું છે, જયારે નિફટીમાં 9.52% વાર્ષિક વળતર સાથે લગભગ 58% વધારો થયો છે. જો કે મિડ અને સ્મોલ કંપની શેરોમાં 2005-07 પછી સૌથી વધુ સારો સમય જોવા મળ્યો છે. એનડીએ શાસનમાં ઈન્ડેકસ 12.68% દરથી વર્ષ પ્રતિ વર્ષ વધ્યો છે, જયારે સ્મોલ કેપ શેર દર વર્ષે 10.85% દરથી વધ્યા છે.
અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર પછી મોદી સરકારમાં પણ શેરબજારમાં સૌથી ઓછું રિટર્ન મળ્યું છે. છેલ્લા બે દસકાના ઈકિવટી પર્ફોમન્સના અભ્યાસમાં જણાવ્યું છે કે 2004 થી 2009 વચ્ચે યુપીએ-1 એટલે કે મનમોહનસિંહના પ્રથમ પાંચ વર્ષના કાર્યક્રમમાં સેન્સેકસનો સૌથી સારો દોર હતો. આ દરમિયાન સેન્સેકસમાં 22.9 ટકા પ્રતિ વર્ષના દરે 180% રિટર્ન આવ્યું હતું. એનું કારણ એ છે કે વિદેશી સંસ્થાગત રોકાણ સાથે રેકોર્ડ આર્થિક અને કોર્પોરેટ કમાણી રહી હતી. યુપીએના બીજા કાર્યકાળમાં સેન્સેકસે દર વર્ષે 12.22% હિસાબથી પાંચ વર્ષમાં 77.98% રિટર્ન આવ્યું છે.
1 સપ્ટેમ્બર 2013થી 30 મે 2014 વચ્ચે નિફટીમાં 32%નો વધારો થયો હતો. રઘુરામ રાજનને ભારતીય રિજર્વ બેંકના ગવર્નર બનાવાથી અને મોદી વડાપ્રધાન ચૂંટાય તેવી પ્રબળ સંભાવનાઓના કારણે માર્કેટમાં રિકવરી આવી હતી.
કોટક મ્યુચ્યુઅલ ફંડસના એમડી નીલેશ શાહના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થા એવી જ રહી છે જેવી કોઈ મકાનનું સમારકામ થઈરહ્યું હોય. આપણી બેન્કીંગ સીસ્ટમનું રિપેરીંગ થઈ ગયું છે, ફુગાવા પર અંકુશ આવ્યો છે, ટેકસ કમ્પલાયન્સ સારું થયું છે. આ તમામ પગલાથી શરુમાં તકલીફ થશે, પણ લાંબા સમયમાં આ ફાયદા રહેશે.
મોદી સરકારમાં સેન્સેકસે ભલે ઓછું વળતર આપ્યું હોય, ડોમેસ્ટીક રોકાણકારોએ રિયલ એસ્ટેટ અને સોનાના બદલે શેરબજારમાં અભૂતપૂર્વ નાણા ઠાલવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડસ અને ઈુસ્યુટરોએ રૂા.3.85 લાખ કરોડ અને ફોરેન ફંડોએ રૂા.2.11 લાખ કરોડ શેરબજારમાં ઠાલવ્યા છે. એ કારણે શેરબજાર ઓલટાઈમ હાઈ પહોંચ્યું અને એ કારણે કોર્પોરેટ બર્નિંગ્સ ગ્રોથ અને નોટબંધી તથા જીએસટી સ્લોડાઉનની અસરો છુપાઈ રહી હતી.

મોદીને બહુમતીનો ડોઝ મળશે એટલું શેરબજારને બળ મળશે
સેન્સેકસના આ નવા વિક્રમી લેવલ વિશે બીએસઈ લિ.ના ચીફ એકઝીકયુટીવ ઓફીસર આશીષકુમાર ચૌહાણે કહ્યું હતું કે સેન્સેકસની શરુઆત 40 વરસ પહેલાં થઈ હતી. આ ચાલીસ વરસમાં એ 100 પોઈન્ટથી શરુ કરીને તે 39000 ઉપર પહોંચ્યો છે. આમ સેન્સેકસે આ ચાર દાયકામાં 17 ટકા સીએજીઆર ના દરે વળતર આપ્યું છે, જે ભારતમાં કોઈપણ રોકાણકારો હાલ નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બનવાની આશા રાખી રહ્યા છે. માર્ચમાં જોવા મળેલી તેજી આનો પ્રતાપ છે. વિદેશી રોકાણકારો પણ નવેસરથી ખરીદી કરી રહ્યા છે. છતાં પરિણામોમાં મોદીને પૂર્ણ બહુમતીથી મળે છે કે નહીં તે વિષે ઉદ્વેગ વધુ છે. ચૂંટણી સર્વેક્ષણોમાં એનડીએ બહુમતીતી દૂર રહે તેવી શકયતા દર્શાવતા મોદી બીજી ટર્મમાં કેટલા પાવરફુલ રહેશે તે વિશે અટકળો થઈ રહી છે. ભાજપને એકલા હાથે કેટલી બેઠકો મળે છે તે નિર્ણયાત્મક નીવડશે.
2019 આમ પણ બે ભાગમાં વહેંચાયેલું રહેશે, જેમાં પ્રથમ ભાગ વોલેટાઈલ અને અનિશ્ર્ચિતતાવાળો રહેશે, જયારે કે બીજો ભાગ ચૂંટણીનાં પરિણામ આધારીત રહેશે. નિષ્ણાંતોના અને ખાસ કરીને વિદેશી રોકાણકારોના મતે જો ગઠબંધન સરકાર આવી તો સ્થિરતા જોખમાશે અને આમ થવા પર વિદેશી રોકાણકારો બજારથી દૂર રહેવાનું યા પછી બજારમાં ઓછો ભાગ લેવાની નીતિઅપનાવશે. પોલીસી રિફોર્મ્સ અટકી યા ધીમા પડી શકે. કયાંક પોલીસીમાં ફેરફાર પણ આવી શકે. ઈન શોર્ટ, ઘણી અનિશ્ર્ચિતતા ઉભી થઈ શકે છે. આ ઉપરાંત બજારનું ચૂંટણી પરિણામ પછીનું એક ચાલક બળ કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ પણ રહેશે. અલબત, આ પછીની અસર ટુંકાગાળાની ગણાશે. તેમ છતાં મુખ્ય પરિબળ વિદેશી ગ્લોબલ અને ઈકોનોમી ગ્રોથનું બની રહેશે.
ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં એક નોંધપાત્ર વાત એ જોવા મળી છે કે જેનું માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયાથી વધી ગયું હોય એવી કંપનીઓની સંખ્યા દસ વરસ અગાઉ 10 હતી તે હાલ માર્ચના અંતે 30 થઈ ગઈ છે. 2007-08ની પીક (તેજી) સમયે આવી કંપનીઓની સંખ્યા 15 થઈ ગઈ હતી, જે ગ્લોબલ ફાઈનાન્સીયલ ક્રાઈસીસને પગલે માત્ર ચાર રહી હતી. 2010માં માર્કેટ 81 ટકા જેવું રિકવર થવા પર આ સંખ્યા 14 આસપાસ પહોંચી ગઈ હતી.


Advertisement