નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની પછડાટ

09 April 2019 12:03 PM
India Politics
  • નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની પછડાટ

શું કહે છે કુંડળી? કોંગ્રેસ પ્રમુખનો કેમદ્રુમ યોગ અને વડાપ્રધાનની શુક્રની વિંશોત્તરી દશા છે જેથી

Advertisement

રાહુલ ગાંધીના સિતારા શું કહે છે
જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ કોઇ વ્યકિતની સાંસારીક જીવનમાં સફળતા-અસફળતા માટે નહીં, પરંતુ તેમના સ્વભાવ અને માનસિક સ્થિતિના વિષયમાં પણ બહુ બધુ બતાવે છે. અહીં આપણે વાત કરીએ છીએ કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જે રાજકીય મેદાનમાં સામસામે છે. આવો જાણીએ રાહુલ ગાંધી કયાં અને કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પાછળ રહી જાય છે. લોકસભાની ચૂંટણીના 2019 પરીપ્રેક્ષ્ય માટે શું કહે છે તેમની કુંડળી? જયોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સાવત્થી તીર્થ-બાવળામાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયજિનચન્દ્રસૂરીશ્ર્વરજી મહારાજના શિષ્ય મુનિ અજિતચન્દ્રવિજય મહારાજ સાહેબની ભવિષ્યવાણી જોઇએ.

રાહુલ ગાંધી શું કામ ભ્રમિત નેતા ગણાય છે?
રાહુલ ગાંધીનો જન્મ 19 જૂને બપોરના બે વાગીને 28 મિનિટ પર દિલ્હીમાં થયો છે. તેમની કુંડળી વર્ગોત્તમ તુલા લગ્નની છે જયાં લગ્નમાં ગુરૂ પણ તુલા રાશિમાં હોવાથી તેમને એક સૌમ્ય વ્યકિતત્વ પ્રદાન કરે છે. શુભગ્રહ લગ્નમાં હોવાથી તેમના ચહેરા પર એક માસૂમિયત અને ભોળપણ છે. રાહુલ ગાંધીની કુંડળીમાં બૃઘ્ધિ સ્થાન એટલે કે પંચમ ભાવમાં રાહુએ કબજો કર્યો છે. લગ્નના પાંચમાં કમજોર રાહુના લીધે તેઓ વિપક્ષીઓના નિશાના પર રહે છે અને વિપક્ષી તેમને ભ્રમિત નેતાના રૂપમાં દર્શાવે છે. રાહુલ ગાંધીની કુંડળીમાં વાણી સ્થાનનો સ્વામી મંગળ નવમ ભાવમાં સૂર્ય સાથે મિથુન રાહિતમાં અસ્ત થઇને બેઠો છે. વાણીનો કારક ગ્રહ બુધ રાશિ અને નવાંશ બંને જગ્યાએ અષ્ટમ ભાવમાં પડેલો હોવાથી તેમની વાણી ભાષણ આપતા સમયે હંમેશા લપીસી જાય છે. રાહુલ ગાંધીની કુંડળીમાં ચંદ્રમાં ધનુ રાશિમાં કેમદ્રુમ યોગમાં રહેલા છે. ચંદ્રમાની બંને બાજુ બીજા કોઇ ગ્રહ ન હોવાના લીધે રાહુલ ગાંધીને કેટલીક વખત બહાર અને અંદર પણ વિરોધનો સામનો કરવો પડે છે.

આગળનું એક વર્ષ જશે કઠીન
કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓની જુઠી બયાનબાજી રાહુલ ગાંધીને હંમેશા ભારી પડે છે. તુલા લગ્નની તેમની કુંડળીમાં દશમેશ ચંદ્રમાના કેમદ્રુમ યોગમાં હોવાના કારણે રાહુલ ગાંધી પોતાની પાર્ટીના કમજોર સંગઠનને લીધે પણ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. વર્તમાનમાં ધનુ રાશી પર ગોચર કરી રહેલા શનિ અને કેતુ આગલા એક વર્ષમાં રાહુલ ગાંધીને નેશનલ હેરલ્ડ મામલામાં મુશ્કેલ પરિસ્થિતિમાં નાખી શકે છે.

રાહુલની છબી સુધરશે, બનશે બળૂકા
પંચમ ભાવમાં રહેલા રાહુ, સપ્તમ ભાવમાં બેઠેલા નીચના શનિ અને નવમ ભાવમાં બેઠેલા સૂર્ય-મંગળની યુતિએ રાહુલ ગાંધીને વિવાહ સુખથી વંચિત રાખ્યા છે. તેમની કુંડળીમાં રાહુલની વિશોંતરી દશા એપ્રિલ મહિનાથી શરૂ થઇ ચૂકી છે. જેનાથી રાહુલ ગાંધી વિપક્ષના મજબૂત નેતા બનીને ઉભરશે. જો કે સત્તામાં આવવા માટે તેમને હજી રાહ જોવી પડશે.

નરેન્દ્ર મોદીના સિતારા શું કહે છે?
હવે વાત કરીએ તેમની સામે પ6 ઇંચની છાતી તાણીને ઉભેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બર 1950ની બપોરના 12 કલાક અને 9 મિનિટ પર ગુજરાતના મહેસાણામાં જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળી વર્ગોત્તમ વૃશ્ર્ચિક લગ્નની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મલગ્નમાં બેઠેલા ચંદ્રમાં અને મંગળની યુતિ અતેમને પ્રભાવશાળી વ્યકિતત્વ પ્રદાન કરે છે. વાણી સ્થાનનો સ્વામી ગુરૂ વક્રી થઇને મંગળ, શનિ અને શુક્રથી દ્રષ્ટ છે જે તેમને એક સારો ચતુર વકતા બનાવે છે. જો કે ગુરૂન વક્રી હોવાથી અને પાપ ગ્રહોથી દ્રષ્ટ હોવાના લીધે તેઓ પોતાના ભાષણમાં હંમેશા તથ્યોને તોડી-મોડીને વિપક્ષ પર તીખા હુમલા કરે છે.

સિતારા કહે છે મોદીના હવે સારા દિવસો
વકી ગુરૂ ગુલિક સાથે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાષણની અપરંપરાગત શૈલી આપે છે. મોદીની કુંડળીમાં વિવાહ સ્થાન એટલે કે સપ્તમ ભાવ પર મંગળ અને શનિની દ્રષ્ટિએ તેમને વૈવાહિક અને પારિવાર સુખથી વંચિત રાખ્યા છે. પંચમ ભાવમાં ગુરૂની રાશી મીનમાં પડેલા રાહુ પર સૂર્ય અને કેતુની દ્રષ્ટિ તેમને એક બહુ જ ગુપ્ત રૂપથી નીતિ નિર્માણ કરવાવાળા રાજનેતા બનાવે છે. નોટબંધી, સર્જીકલ સ્ટ્રાઇક અને મિશન શકિત જેવા મોટા નિર્ણય તેમણે બહુ જ આશ્ર્ચર્યજનક ઢંગથી અમલમાં લાવીને બધાને વિચારતા કરી દીધા. વર્તમાનમાં ચાલી રહેલી શુક્રની વિંશોતરી દશા મોદી સરકારને ફરી સતામાં લાવી શકે છે.

આસાન નહીં રહે મોદી સરકારની રાહ
આ વખતે મોદી અને બીજેપીની રાહ 2014માં થયેલી પ્રચંડ બહુમત જેટલી આસાન નહીં થાય. અંતર્દશા નાથ શુક્ર મોદીની કુંડળીમાં શત્રુ રાશિ સિંહમાં વર્ગોત્તમ થઇને સત્તા સ્થાન એટલે દશમ ભાવમાં બેઠા છે. લોકસભા ચૂંટણીમાં ઓછી સીટ મળવાથી તેમની પાર્ટીને ચૂંટણી પછી સરકાર બનાવવા માટે આવા સહયોગીઓની જરૂરત પડી શકે છે જેમાં બહુમતની સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદીને ગઠબંધનની મજબૂરીઓ સામે ઝૂકવા માટે વિવશ થવુ પડી શકે છે.


Advertisement