મોબાઈલની જેમ ગુજરાતના રાજકારણમાં પણ ઓપીટી: ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સની યુતિ સતાની માસ્ટર-કી

08 April 2019 01:13 PM
Ahmedabad Gujarat Politics
  • મોબાઈલની જેમ ગુજરાતના રાજકારણમાં પણ ઓપીટી: ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સની યુતિ સતાની માસ્ટર-કી

ઓબીસીના વધતા પ્રભાવ અને મહત્વાકાંક્ષા વચ્ચે પાટીદારોને વર્ચસ્વ ગુમાવવાનો ભય : પાટીદાર અને અન્ય પછાત વર્ગો સાથે આદિવાસીઓને સાધી શકે તેને સતા મળશે

Advertisement

અમદાવાદ: ચુંટણીઓમાં સ્પર્ધાત્મક રાજકારણ નહીં, પણ જ્ઞાતિસમીકરણો ઉમેદવારની પસંદગીમાં મુખ્ય માપદંડ બન્યા છે. ગુજરાતના સાંપ્રત રાજકારણમાં હવે ‘ઓપીટી’ (ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સ) ની બોલબાલા છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસે અલ્પેશ ઠાકોર (ઓબીસી) અથવા હાર્દિક પટેલ (પાટીદાર) નહોતા. ટ્રાઈબલ્સ ગુજરાતમાં હંમેશ મહત્વના રહ્યા છે, પણ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ની રચના છેક 2017માં થઈ હતી અને એ કેવું કાઠું કાઢે છે તેની વાટ જોવી રહી છે. ગુજરાતમાં જ્ઞાતિ આધારીત છેલ્લું સર્વેક્ષણ 1931માં થયું હતું, એ પછી નર્મદામાં ઘણાં પાણી વહી ગયા છે. હાલના સંદર્ભમાં જ્ઞાતિ સમીકરણોએ ઓબીસીનો પ્રભાવ ઓછો કરી નાખ્યો છે. ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીએ ઓબીસી ક્રાંતિની શરુઆત કરી હતી. 1980ના દસકામાં તેમણે એની શરુઆત કરી ત્યારે ઓબીસીમાં જ સમુદાયો હતા, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘાંચી સહીત 146 જ્ઞાતિઓ છે.
ઓબીસી આજે ગુજરાતમાં સૌથી વધુ વગદાર સમુદાય છે. એસસી, એસટી પછી ઓબીસીને પણ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત મળતાં બ્રાહ્મણો અને અન્ય ઉચ્ચ જ્ઞાતિઓનો ઈજારો તુટી ગયો હતો. તત્કાલીન મુખ્યપ્રધાન માધવસિંહે 1980ના દસકાની શરુઆતમાં ઓબીસી માટે અનામતની જોગવાઈ કરી હતી. 22 જ્ઞાતિઓ સાથેનો ઓબીસી સમાજ ઘણો મોટો થઈ ગયો છે. મોદી સ્પર્ધાત્મક રાજકારણમાં માનતા હોવાનું કહે છે, પણ તેમના જ્ઞાતિસમીકરણો ભાજપ માટે સચોટ સાબીત રહ્યા છે. ગુજરાતની તમામ જ્ઞાતિઓમાં ઓબીસીમાં રાજકીય જાગૃતિ સૌથી વધુ છે. એક રાજકીય પંડિતે ઓબીસીના ગઠનને મુક સામાજીક રાજકીય ક્રાંતિ ગણાવી છે. 1999ની લોકસભાની ચૂંટણીમાં ભાજપએ 18.8% ટિકીટ ઓબીસી ઉમેદવારોને આપી હતી. 2019માં 30.76% ટિકીટ ઓબીસીને આપવામાં આવી છે. કોંગ્રેસે પણ એટલી જ સંખ્યામાં અન્ય પછાત વર્ગોમાંથી ઉમેદવાર પસંદ કર્યા છે. ભાજપના કેબીનેટ પ્રધાન અને કોળી નેતા કુંવરજી બાવળીયા કહે છે કે ઓબીસી જે પક્ષ તરફ ઢળે છે એને સતા મળે છે. જો કે તે માને છે કે વસ્તીના પ્રમાણમાં ઓબીસીને મળવું જોઈએ તેટલું હજું મળ્યું નથી. ભૂતકાલમાં પણ ઓબીસીના નેતાઓ તેમના સમુદાયના વજનથી વાકેફ હતા, અને એથી જ તેમને રિઝર્વેશન મળ્યું હતું. સમય જતાં કોંગ્રેસે ઓબીસીની ઉપેક્ષા કરી અને એ તેને ભારે પડી. ભાજપને પણ હવે લાગ્યું છે કે સતા પર રહેવું હશે તો ઓબીસીને મહત્વ આપવું પડશે.
બાવળીયા માને છેકે પાટીદાર અનામત આંદોલનના કારણે ઓબીસી ભાજપ માટે મહત્વના બન્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે ઓબીસીની ઉપેક્ષા કરી. ભાજપે ઓબીસીને હજુ વધુ મહત્વ આપવું જોઈએ. બાવળીયાના દાવા મુજબ ઓબીસી ગુજરાતની 52% વોટ બેંક ધરાવે છે. અનામતનો લાભ લેવા વધુને વધુ જ્ઞાતિઓ ઓબીસીમાં સામેલ થતાં પહેલામાં ચણભણાટ થયો હતો. ઓબીસીમાં વધુ જ્ઞાતિઓ સામેલ થતાં તે વસ્તી પટેલો કરતા વધી ગઈ. પટેલ સમુદાય અન્ય જ્ઞાતિ કરતાં આરોપીએ વધુ સુખી-સમૃદ્ધ છે. માધવસિંહે ઓબીસી રિઝર્વેશન આપતાં પટેલો કોંગ્રેસથી વિમુક થવા લાગ્યા. પટેલોને લાગવા માંડયું કે અનામતના જોરે ઓબીસીનો પ્રભાવ વધી રહ્યો છે. રાજકીય અને આર્થિક પ્રભાવમાં પાછળ રહી જવાના ડરે હાર્દિક પટેલને આગળ આવવાની તક મળી. ભાજપએ 1999માં પટેલોને 22.72% ટિકીટ આપી હતી તે 2014માં ઘટી 15.58% થઈ હતી. હાર્દિકનો જાહેર તખતે ઉદય એ પછી થયો. હવે 2019માં ભાજપએ 23.07 ટિકીટો પટેલોને આપી છે.
એનો અર્થ એ થયો કે 12% વસ્તી ધરાવતા પટેલોને 43% ઓબીસી કરતાં વધુ ભાગ મળી રહ્યો છે. આમના કારણે લાંબાગાળે કોંગ્રેસને નુકશાન ગયું, અને પટેલો વિમુખ થયાનું સમજાતા કોંગ્રેસે પટેલોને 31.38% ટિકીટો આપી હોવા છતાં તેનો પરાજય થયો. 2014માં કોંગ્રેસે પટેલોને ટિકીટ ઘટાડી 19.2% કરી નાખી, પણપટેલ અનામત આંદોલનના કારણે કોંગ્રેસને 30.76% ટિકીટો આપવા ફરજ પડી છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલો હાર્દિક પટેલ કહે છે કે કોંગ્રેસે વધુ ટિકીટો આપવાનું શરુ કર્યા પછી જ ભાજપે આ વખતે વધુ ટિકિટ આપી છે. કોંગ્રેસે 8 પટેલોને તો ભાજપએ 6 પટેલોને મેદાનમાં ઉતાર્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપએ માત્ર 4 ટિકીટ આપી હતી. આદિવાસીઓ ટ્રાઈબલ્સ શરુઆતથી કોંગ્રેસ સાથે રહ્યા હતા. 1999માં કોંગ્રેસે 23% ટિકીટ આદિવાસીઓને આપી હતી. ભાજપ- આરએસએસએ વનવાસી સંગઠન સાથે આદિવાસીઓમાં ઘૂસણખોર કરવા સાથે રાજય સરકારે આદિજાતિ કલ્યાણ યોજનાઓ શરુ કરી. એ ઉપરાંત હિન્દુત્વની અસર નીચે પણ આદિવાસીએ ભાજપ તરફ ઢળવા લાગ્યા હતા. ભૂતકાળમાં કોંગ્રેસ આદિવાસીઓને ઓબીસી કરતાં વધુ ટિકીટ આપતી હતી, બીજી બાજુ, ભાજપએ 1999માં 18% સીટો ટ્રાઈબલને આપવા સાથે આ ચૂંટણીમાં 19.33% સીટો આપી છે. બીજી બાજુ કોંગ્રેસે 1999માં 23% ટિકીટ આદિવાસીઓને આપી હતી, પણ એ પ્રમાણ ઘટી 19.23% થયું છે. ગુજરાતની ધારાસભાની 182 સીટોમાં 37 આદિવાસી પ્રભાવિત છે. રાજકીય પક્ષોની નજર હવે ઓબીસી (ઓ) પટેલ (પી) અને ટી (ટ્રાઈબલ્સ) ની વોટબેંક ઉભી કરવા પર છે. પરંપરાગત હરીફે ગણાવતાં ઓબીસી પાટીદાર અને આદિવાસીઓને સાથે લાવવામાં આવે તો એ વિજયની સચોટ ફોર્મ્યુલા બની શકે છે. આજકાલ ઓનલાઈન ખરીદી, પેમેન્ટમાં ઓપીટી (વનટાઈમ પાસવર્ડ) ચાવીરૂપ છે. તે રીતે નવા રચાઈ રહેલા સમીકરણોના પણ ઓપીટી સમાન દ્વાર ખોલી શકે છે.


Advertisement