અબ હોગા ન્યાય, કોંગ્રેસનું થીમ સોંગ

08 April 2019 01:07 PM
India Politics
  • અબ હોગા ન્યાય, કોંગ્રેસનું થીમ સોંગ

લોકસભા ચૂંટણીના પ્રચારમાં પાંચ વર્ષના અન્યાયનો મુદો ચમકાવશે વિપક્ષ ; કોંગ્રેસની ન્યુનતમ આય યોજના- ઉપરાંત વેપારીઓને જીએસટી, આમ આદમીને નોટબંધી- મહિલાઓને અત્યાચાર- યુવાવર્ગને બેરોજગારીમાં થયેલા ‘અન્યાય’નો મુદો ગજવશે : ભાજપના ભારત-પાકિસ્તાન વચ્ચેની ચૂંટણીનો જવાબ આપવા પડે ‘મૈ હી તો હિન્દુસ્તાની હું’ ગીતને પ્રચારમાં ગજાવશે

Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષે હવે આગામી લોકસભા ચૂંટણી તેના ‘ન્યાય’ યોજનાની થીમ પર લડવાની તૈયારી કરી છે અને ગઈકાલે પક્ષે આ મુદે તેનું થીમ સોંગ- પ્રચાર ગીત અબ હોગા ન્યાય રીલીઝ કર્યુ છે અને એ પણ કહેવાનું ચૂકયો નહી કે દેશમાં હાલ અન્યાયની સ્થિતિ છે. કોંગ્રેસના પ્રવકતા આનંદ શર્મા એ કહ્યું કે અમારુ પણ શિખ સોંગ ફકત અમારી ન્યાય યોજના ન્યુનતમ ઈન્કમ ફોર ઓલ પર જ આધારીત નથી. અમો આ યોજનાને દેશના લાખો ગરીબ પરિવારો માયે ઘડી છે પણ સાથોસાથ જે વર્ગ છેલ્લા પાંચ વર્ષમાં અન્યાયની લાગણી અનુભવે છે તેને પણ ન્યાય માટે અમો ખાતરી આપીએ છીએ. આ વર્ગ ગરીબ વંચિત છે. આ ગીતમાં ઠાન લીયા હૈ સારે હિન્દુસ્તાન ને, આઈ હૈ સુનહરી ઘડી ન્યાય કી... હર ધોખે, જુલ્મો કા હોગા, હિસાબ ઘડીયા ખત્મ હુવી અન્યાય કી- કોંગ્રેસ બનેગી હર જન કી આવાઝ, દૂર કરેંગી પીડા અસહાય કી જેવી પંક્તિઓ છે. વાસ્તવમાં કોંગ્રેસનો આ ચૂંટણી પ્રચાર પૂર્ણ રીતે રાહુલ ગાંધી આસપાસ રહેશે.
આ ગીત જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે લખ્યું છે અને સંગીત અર્જુના હરજાઈ તથા અભિયાન ફિલ્મનું નિર્દેશન નીખીલ અડવાણીએ કર્યુ છે તથા ફિલ્માંકન તુષાર ક્રાંતિનું છે. આ ગીત ટીવી, સોશ્યલ મીડીયા, સીનેમા ઘરો, રેડીયો જીંગલ, હોર્ડીંગ, ડીજીટલ સ્ક્રીન પ્રિન્ટ તથા પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ માટે અલગ અલગ રીતે તૈયાર કર્યુ છે.
આ ઉપરાંત ‘ગરીબી બે વાર બહતર હજાર’ સૂત્રથી કોંગ્રેસની જે ન્યુનતમ આવક યોજના તૈયાર કરવામાં આવી છે તેના સંદર્ભમાં છે.
આ ઉપરાંત ભાજપે જે રીતે આ ચૂંટણીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં ફેરવવાની કોશીશ કરી છે તેનો જવાબ આપવા વધુ એક સોંગ્સ ‘મૈ હી તો હિન્દુસ્તાની હું’ પણ રીલીઝ કરશે. કોંગ્રેસના પ્રવકતા રણજીત સુરજેવાલાએ કહ્યું કે અમોએ અનેક ફીલ્મ નિર્દેશકનો સંપર્ક કર્યો પણ જે રીતે વાતાવરણ સર્જાયું છે તેના કારણ કોઈ તૈયાર ન થયા. કોંગ્રેસ ‘અબ હોગા ન્યાય’માં રોજગારી મહિલાઓને 33% અનામત જીએસટીનું સરળીકરણ નોટબંધી વિ. મુદાને આવરી લેશે. ઉપરાંત મહિલાઓની સલામતીને પણ આગળ ધરાશે.


Advertisement