દેશમાં દર ચાર બાળકે એકને ધુંધળી દ્રષ્ટી: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

08 April 2019 12:46 PM
India Health
  • દેશમાં દર ચાર બાળકે એકને ધુંધળી દ્રષ્ટી: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

દેશનું ધુંધળુ ‘ભાવિ’!: દર પાંચ બાળકે એક બાળકનું વધુ પડતું વજન: બાળકોના કમજોર આરોગ્ય માટે મા-બાપની આર્થિક સ્થિતિ પણ જવાબદાર

Advertisement

મુંબઈ તા.8
ભારતમાં દર પાંચ વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી ઓવરવેઈટ (વધુ પડતું વજન) અને દર ચાર વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી અસાધારણ દ્દષ્ટી ધરાવે છે. દેશના 1.7 લાખ શાળાના છાત્રોના સર્વેમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
સ્કુલ હેલ્થ સ્ક્રીનીંગ પ્રોગ્રામ અંતર્ગત 20 શહેરોમાં 40 શાળાઓ અને માધ્યમિક શાળાઓ સહીત 300 પ્રિપ્રાઈમરી સેન્ટરોના બે થી સતર વર્ષીય વય જૂથના 1.76 લાખ વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
ઈન્ડીયા એકેડેમી ઓફ પીડીયાટ્રીકસના પુર્વ પ્રમુખ ડો. સમીર દલવાઈએ જણાવ્યું હતું કે બાળકના આરોગ્ય માટે બાળકોના કેટલાક વાલીઓ માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી જોવા મળી.
બાળકોના આરોગ્ય માટે મા-બાપ વાલીઓનું ધ્યાન ખૂબ જરૂરી છે. ડો. દલવાઈએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસ, સારી દવાઓ અને સમૃદ્ધિના કારણ સમાજમાં ચેપી રોગો પર કાબુ મેળવી શકયા છીએ પણ બિનચેપી રોગો હજુ પણ યથાવત છે. અહીં વાલી-માતા-પિતાએ ધ્યાન આપવાની જરૂર છે.
આ સર્વેમાં 25 ટકા બાળકોને અસાધારણ દ્રષ્ટી, 34.4 ટકા છાત્રોને અસાધારણ બીએમઆઈ (બોડી માસ ઈન્ડેકસ), 19.1 ટકા છાત્રોને વધુ પડતુ વજનની સમસ્યા જણાઈ હતી. આ સર્વેમાં 50 ટકા જેટલા છાત્રોને દાંતની સમસ્યા હતી જેમાં 27 ટકા છાનિ દાંતમાં પોલાણ હતા.
છાત્રોના આરોગ્યની સંભાળ માટે શાળાઓએ સમય અને સંસાધનો ફાળવવા જોઈએ.


Advertisement