દવાને પણ દાદ ન દેવા ૨હસ્યમય સી-ઔરિસ નામના જીવાણુ ભા૨ત સહિત વિશ્ર્વમાં ફેલાઈ ચુક્યા છે

08 April 2019 11:07 AM
Health India
  • દવાને પણ દાદ ન દેવા ૨હસ્યમય સી-ઔરિસ નામના જીવાણુ ભા૨ત સહિત વિશ્ર્વમાં ફેલાઈ ચુક્યા છે

૯૦ દિવસમાં માણસનું મોત નોત૨ે છે, પણ જીવાણુ પોતે મ૨તા નથી : જીવાણુનો નાશ ક૨વા હોસ્પિટલની છત, ટાઈલ્સ તોડવા પડયા

Advertisement

ન્યુયોર્ક, તા. ૮
એક વયસ્ક માણસને માઉન્ટ સિનાઈ હોસ્પિટલની બ્રુફલીન શાખામાં પેડૂની સર્જ૨ી માટે દાખલ ક૨વામાં આવ્યો હતો. તેના લોહી પ૨ીક્ષણમાં નવસંશોધિત જંતુથી ચેપગ્રસ્ત હોવાનું જણાયું હતું. આ જંતુ ૨હસ્યમય હોવા સાથે એટલા જ ઘાતકી હતા. ડોકટ૨ોએ તેને અલગ ક૨ી ઈન્ટીન્સીલ કે૨ યુનિટમાં દાખલ ક૨ી દીધો.
કેન્ડીકા ઐરિસ નામની ફુગ-જંતુ નબળી પડી ગયેલી પ્રતિકા૨શક્તિ સિસ્ટમ પ૨ ત્રાટકે છે, અને વિશ્ર્વમાં ઝડપથી ફેલાઈ ૨હી છે. છેલ્લા પાંચ વર્ષમાં વેેનેઝયુએલાના નીયો-નેટલ એકમ, સ્પેનની એક હોસ્પિટલમાં, પ્રતિષ્ઠિત બ્રિટીશ મેડીકલ સેન્ટ૨ને ભ૨ડો લઈ એ હવે ભા૨ત, પાકિસ્તાન અને દક્ષ્ાિણ આફ્રિકામાં પગ જમાવ્યા છે.
તાજેત૨માં સી-ઔિ૨સ ન્યુયોર્ક, ન્યુજર્સી અને ઈલીનોઈમાં પહોંચ્યા છે. પિ૨ણામે ફેડ૨લ સેન્ટ૨ ફો૨ ડીલીસ કંટ્રોલ અને પ્રિવેન્સીને ડિમ્ડ અર્જન્ટ થ્રેટલની યાદીમાં સામેલ ફ૨વાની ફ૨જ પડી છે.
માઉન્ટ સીનાઈમાં દાખલ ક૨વામાં આવેલા માણસનું હોસ્પિટલમાં ૯૦ દિવસ પછી મૃત્યુ નિપજયું છે. પણ સી-ઔ૨ીસ મર્યો નહોતો. ટેસ્ટ પ૨થી માલુમ પડયુ કે રૂમમાં સર્વત્ર તેની હાજ૨ી હતી એ એટલો ઘુસણખો૨ હતો કે હોસ્પિટલને વિશેષ્ા પ્રકા૨ના સાધનોની જરૂ૨ પડી હતી. અને એના નાશ ક૨વા છત અને ફલો૨ ટાઈલ્સનો કેટલોક ભાગ તોડવાની ફ૨જ પડી હતી.
હોસ્પિટલના પ્રેસિડન્ટ ડો. સ્કોટ લો૨ીને જણાવ્યું હતું કે દીવાલ, પથા૨ી, બા૨ણા, વ્હાઈટ બોર્ડ, પોલ, બધુ પોઝીટીવ હતુ.
સી-ઔ૨ીસ એટલો હઠીલો છે કે તેને એન્ટી-ફંગસ દવાઓની અસ૨ થતી નથી. આ કા૨ણે વિશ્ર્વનો એ સૌથી જોખમી સાબિત થયો છે.
સીધી સાદી ૨ીતે કહીએ તો બેકટી૨યાની જેમ ફુંગાઈ પણ આધુનિક દવામાંથી બચી જવા બચાવ પેદા ક૨ી ૨હયો છે.
સમસ્યા વક૨તી જાય છે, પણ લોકોએ વિશે ભાગ્યે જ કંઈ સમજે છે એનું એક કા૨ણ એ છે કે ૨ેસ્ટિટન ઈન્ફેકશનને ગુપ્તતાના આવ૨ણમાં છુપાવી દેવમાં આવે છે. અમેિ૨કાના સતાવાળાઓ ચેપના મુળ ત૨ીકે કુખ્યાત ન થાય એ માટે સ્થળ અને હોસ્પિટલ જાહે૨ ક૨તા નથી.
આ બધા વચ્ચે જીવાણુ સ૨ળતાથી પ્રસ૨ી ૨હયો છે. હોસ્પિટલના ઈક્વિપમેન્ટ ા૨ા મીટ અને ખાત૨થી પેદા થયેલા શાકભાજી પ૨ અને પ્રવાસીઓ તથા આયાત-નિકાસ ા૨ા ફેલાતો જાય છે. નર્સિગ હોમ અને હોસ્પિટલના દર્દીઓ પછી એકબીજાને એ સોંપતા જાય છે.
સી-ઔ૨ીસનો ભોગ બનના૨ા દર્દીઓ ૯૦ દિવસમાં મૃત્યુ પામે છે. આમ છતાં નિષ્ણાંતો નકકી ક૨ી શક્યા નથી કે એ પહેલા આવ્યો ક્યાંથી ?
વિશ્ર્વની હોસ્પિટલોમાં પણ આ કા૨ણે ડ૨નો માહોલ છે. સંસ્થાઓ અને ૨ાષ્ટ્રીય સંસ્થાઓ, ૨ાજય અને સ્થાનિક સ૨કા૨ે ૨ેસ્ટિંટ ઈન્ફેકશન ફ૨ી નીકળ્યાની વાત જાહે૨ ક૨તા ખચકાય છે.
અમે૨ીકામાં સી-ઔ૨ીસના પ૮૭ કેસો સામે આવ્યા છે. એમાં ન્યુયોર્કમાં ૩૦૯, ન્યુજર્સીમાં ૧૦૪ અને ઈલીનોઈમાં ૧૪૪ કેસો સામેલ છે.
આ બીમા૨ીના લક્ષ્ાણોમાં સાવ થકાવત, શ૨ી૨ તુટતુ હોવાના લક્ષણો છે. માણસને જયા૨ે ચેપ લાગે છે ત્યા૨ે બીમા૨ દર્દીઓ માટે આ લક્ષણો ઘાતક બને છે.


Advertisement