દ.કોરિયા 5G લોન્ચ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

05 April 2019 02:07 PM
India Technology
  • દ.કોરિયા 5G લોન્ચ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

Advertisement

5G મોબાઇલ નેટવર્ક શરૂ કરવામાં દક્ષિણ કોરીયાએ ઉપલબ્ધિ હાંસીલ કરી છે. 3 એપ્રિલ, બુધવારના રોજ 11 વાગયે સિયોલ ખાતે 5ૠ સેવા શરૂ કરવામાં આવી છે. જો કે  5G લોન્ચની તારીખ પ એપ્રિલની કરવામાં આવી હતી. પરંતુ અમેરિકી કંપનીઓને માત આપવા માટે તથા દક્ષિણ કોરીયાએ બે દિવસ અગાઉ 5G સેવા શરૂ કરી છે. 4G ની સરખામણીમાં 3G નેટવર્ક 20 ગણી ઝડપ આપશે.
દક્ષિણ કોરીયાની ટોપ 3 ટેલીકોમ કંપનીઓ એસકે, કેટી અને એલજી યુપ્લસે રાષ્ટ્રવ્યાપી આ યોજના શરૂ કરી છે. 5G સર્વિસ પહેલી વખત દક્ષિણ કોરીયાના 6 સેલિબ્રિટી ફોન પર એકટીવ કરી છે. તેના કે-પોપ બેન્ક ઇએકસઓના બે સભ્યોની સાથે ઓલિમ્પિક આઇસ સ્કેટીં હિરો કિમ-યૂના સામેલ છે. આમ સામાન્ય લોકોને શુક્રવારથી આ સેવાનો લાભ મળશે.
સેમસંગ ગેલેકસી એસ 10 5ૠ મોડલ પહેલી પ નેટવર્કથી શરૂ કરવામાં આવશે. સેમસંગ પણ દક્ષિણ કોરીયાની કંપની છે. સેમસંગે ફેબ્રુઆરીમાં પોતાનો પહેલો પજી સ્માર્ટફોન રજુ કર્યો હતો. તેની કિંમત લગભગ 2 હજાર ડોલર છે. નિષ્ણાંતો મુજબ, સેમસંગે આ પગલુ પજી હેન્ડસેટ બનાવવાની રેસમાં ઉપલબ્ધી મેળવી છે.


Advertisement