લોકસભા ચૂંટણીમાં અફવા રોકવા વોટ્સએપ સજજ: ‘ચેટીંગ’ ચકાસવા નવું ફિચર તૈયાર

03 April 2019 11:50 AM
India Technology
  • લોકસભા ચૂંટણીમાં અફવા રોકવા વોટ્સએપ સજજ: ‘ચેટીંગ’ ચકાસવા નવું ફિચર તૈયાર

‘ચેક પોઈન્ટ ટીમલાઈન’થી યુઝર્સ તેમને મળતી અચોકકસ માહિતીની ચકાસણી કરી શકશે

Advertisement

નવીદિલ્હી તા.3
વોટ્સએપે મંગળવારે જાહેર કયુર્ં છે કે, ભારતના લોકોને મળેલી શંકાસ્પદ માહિતી અથવા અફવા નવા વોટ્સએપ નંબર +91-9643-000-888પર મોકલી શકશે. જોકે, પ્રથમ તબકકાના મતદાનને માંડ 10 દિવસનો સમય બાકી છે. ત્યારે મોટા ભાગના લોકોને વોટ્સએપના આ નવા પગલાની ખાસ અસરકારકતા જણાતી નથી.
ભારતની મીડિયા સ્ક્રિલિંગ સ્ટાર્ટ-અપ PROTO દ્વારા લોન્ચ કરાયેલા આ પગલા અંગે વોટ્સએપે જણાવ્યું હતું કે, ‘આ ટિપલાઈનથી ચૂંટણી દરમિયાન અફવાનો ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. તેની મદદથી ફેલવાઈ રહેલી ખોટી માહિતી અંગે સ્પષ્ટતા કરવામાં મદદ મળશે. PROTOનો આ રિસર્ચ પ્રોજેકટ વોટ્સએપ દ્વારા શરૂ કરાયો છે. અને કંપની તેને ટેકનીકલ સહાય પણ પૂરી પાડશે. વોટસએપના જણાવ્યા અનુસાર ન્યૂઝ ક્ધસલટન્સી ડીગ ડીપર મીડિયા અને સાન ફ્રાન્સિસ્કો ખાતેની મીદાન ઙછઘઝઘને ભારતમાં વેરિફીકેશન અને રિસર્ચ ફ્રેમવર્ક તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે. મીદાન વેરિફીકેશન અને સત્યની ચકાસણી માટે ડિજિટલ ટૂલ્સ બનાવે છે અને તેણે અમેરિકામાં ઈલેકશનલેન્ડ અને ફ્રાન્સમાં ક્રોસચેક જેવા પ્રોજેકટ્સ પર કામ કર્યુ છે. વોટ્સએપે લોકોની પૂછપરછનો જવાબ આપવા ચોકકસ સમય દર્શાવ્યો નથી. ઉપરાંત, તે થયેલા કામની માહિતી કે રીકવેસ્ટના પ્રોસેસીંગની જાણકારી આપશે કે નહીં એ સ્પષ્ટ નથી. મીદાન અફવાનો ડેટાબેઝ જાળવશે. એવું કરવા તેમણે ચેક પ્લેટફોર્મનો વ્યાપ વધાર્યો છે. (જેને મેકિસકો અને ફ્રાન્સની તાજેતરની ચૂંટણી માટે તૈયાર કરાયું હતું) અને વોટ્સએપ બિઝનેશ એબીઆઈ સાથે તેનું ઈન્ટિગ્રેશન કયુર્ં છે. આ ફિચરમાં માહિતી અંગ્રેજી, હિન્દી, તેલુગુ, બંગાલી અને મલયાલમ ભાષામાં શેર થઈ શકે છે.


Advertisement