PAN - AADHAR નહિ જોડનાર લોકો આ સમાચાર ખાસ વાંચે

01 April 2019 01:53 AM
Business India
  • PAN - AADHAR નહિ જોડનાર લોકો આ સમાચાર ખાસ વાંચે

પાન-આધાર કાર્ડને લિંક કરવાની તારીખમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે : સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે

Advertisement

ન્યુ દિલ્હી તા.31, સરકારે સ્થાયી ખાતા નંબર (PAN) સાથે બાયોમેટ્રિક ઓળખ આધારને જોડવાની સમયસીમાને છ મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2019 કરી દીધી છે. એક નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી કે આ છઠ્ઠીવખથ છે જ્યારે સરકારે પાનને આધાર સાથે જોડવા માટે સમયસીમા વધારી છે. સરકારે ગત વર્ષે જુનમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિને 31 માર્ચ સુધી પોતાની બાયોમેટ્રિક ઓળખ વાળી સંખ્યા પાનની સાથે જોડવાની રહશે।

સીબીડીટીએ આજે જણાવ્યું કે, જો કોઇ વિશિષ્ટ છુટ નહી આપવમાં આવે તો આધાર અને પાનને લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2019 છે. જો કે આ સાથે જ તેમ પણ કહ્યું કે, 1 એપ્રીલ 2019થી આવકવેરા રિટર્ન ભરતા સમયે આધારનંબરનો ઉલ્લેખ કરવો ફરજીયાત થઇ જશે.
સીબીડીટીનાં અનુસાર આ પ્રકારનાં અહેવાલો પર ધ્યાન ન આપવામાં આવે. આ પ્રકારનાં અહેવાલ બાદ સીબીડીટીએ વધારે એક વખત સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ કરી દીધી છે. જો કોઇ વિશેષ છુટ ન આપવામાં આવે તો આ તારીખ અંતિમ તારીખ રહેશે. આ ઉપરાંત આવકવેરા રિટર્ન ભરતા સમયે અરજી સાથે આધારકાર્ડ નંબર આપવો પણ ફરજીયાત રહેશે.


Advertisement