લંડનની કોર્ટમાં વકીલે કહ્યું નીરવ મોદીએ સાક્ષીઓને મારી નાખવાની ધમકી આપી : જામીન અરજી નામંજૂર

29 March 2019 08:33 PM
World
  • લંડનની કોર્ટમાં વકીલે કહ્યું નીરવ મોદીએ સાક્ષીઓને મારી નાખવાની ધમકી આપી : જામીન અરજી નામંજૂર

Advertisement

લંડન તા. 29, રૂ.13,700 કરોડ PNB ગોટાળાના આરોપી નીરવ મોદી લંડન ની વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ થયો હતો. તેની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ભારત તરફથી નીરવ વિરુદ્ધ અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ભારતનું પ્રતિનિધિત્વ કરતા ટોબી કેડમેનએ કહ્યું કે નીરવએ એક સાક્ષીને ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જણાવ્યું કે નીરવ ભારતીય એજન્સીઓને સહકાર પણ નથી આપી રહ્યો. નીરવ બહાર ભાગી શકે છે, પુરાવાઓને નષ્ટ કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનું પણ એક વધુ ખતરો છે તેવી દલીલ પણ રજૂ કરી. નીરવ નવ દિવસથી પોલીસ કસ્ટડીમાં છે.
વેસ્ટમીંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આ સાંભળી નિરવના જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ હજુ પોલીસ કસ્ટડીમાં જ રહેશે.


Advertisement