રેલ વિકાસ નિગમ લિમિટેડનું જાહેર ભરણું શુક્રવાર ર૯ માચૅ ર૦૧૯ના દિવસે ખુલશે, જેમાં રૂ. ૧૦ની મૂળ કિમતના પ્રત્યેક ઈકિવટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૧૭ - રૂ. ૧૯ રહેશે

28 March 2019 01:29 PM
Ahmedabad Business Gujarat
  • રેલ વિકાસ નિગમ લિમિટેડનું જાહેર ભરણું શુક્રવાર ર૯ માચૅ ર૦૧૯ના દિવસે ખુલશે, જેમાં રૂ. ૧૦ની મૂળ કિમતના પ્રત્યેક ઈકિવટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૧૭ - રૂ. ૧૯ રહેશે

Advertisement

અમદાવાદ તા. ર૮ રેલ વિકાસ નિગમ લિમિટેડ (''કંપની'''), જે રેલ મંત્રાલય સ્થાપિત જાહેર ક્ષેત્રની શિડયુલ ''અે'' મિનિરત્ન છે, તે તેનું પ્રથમ જાહેર ભરણું લાવી રહી છે, જે શુક્રવાર, ર૯ માચૅ ર૦૧૯ ના રોજ ખુલશે અને બુધવાર, ૦૩ અેપ્રિલ ર૦૧૯ના રોજ બંધ થશે, જેમાં કંપનીના પ્રત્યેક રૂ. ૧૦ની મૂળ કિમતના ઇકિવટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૧૭ રુ રૂ. ૧૯ રહેશે. સામાન્ય રોકાણકારો તથા પાત્રતા ધરાવતા કમૅચારીઅોને અોફર કિમત પર શેર દીઠ રૂ. ૦.પ૦ નું ડિસ્કાઉન્ટ અાપવામાં અાવશે. ભારત સરકારના રેલ મંત્રાલય વતી ભારતના રાષ્ટ્રપતિ દ્રારા કંપનીના અાઈપીઅોની અા અોફર ફોર સેલ રપ૩,૪પ૭,ર૮૦ જેટલા શેસૅ માટે છે. અોફરમાં કંપનીના પાત્રતા ધરાવતા કમૅચારીઅોને પ્રમાણસર ફાળવવા માટે ૬,પ૭,ર૮૦ જેટલા ઈકિવટી શેસૅ અનામત રાખવામાં અાવેલા શેસૅ સામેલ છે. અા અોફર સિકયોરિટીઝ કોન્ટે્રકટસ કાયદો, ૧૯પ૭ના નિયમ ૧૯(ર) (બી), સુધારા સહ (અેસસીઅારઅાર) મુજબ અને, સિકયોરિટીઝ અેન્ડ અેકસચેન્જ બોડૅ અોફ ઈન્ડિયા (મૂડીભરણં અને સ્પષ્ટતાની જરૂરિયાતો)નાં નિયમનો, ર૦૦૯, સુધારા સહ કાયદા ર૬(૧) મુજબ કરવામાં અાવી રહી છે, જેમાં નેટ અોફરનો પ૦% થી વધુ નહી તેટલા હિસ્સો કવોલિફાઈડ ઈન્સ્િટટયુશનલ બાયસૅને પ્રમાણસર ફાળવવા માટે અનામત રહેશે. પ% માત્ર મ્યુચ્યુઅલ ફંડસને પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે. કયુઅાઈબી હિસ્સાનો બાકીનો હિસ્સો મયુચ્યુઅલફંડસ સહિત તમામ કયુઅાઈબીઝને ફાળવવા માટે અે શરતે ઉપલબ્ધ રહશે કે તેમની પાસેથી અોફર કિમતે અથવા તેથી વધુ કિમતે માન્ય અરજીઅો પ્રાપ્ત થાય. જાેકે મ્યુચ્યુઅલ ફંડસની સંયુકત માગ કયુઅાઈબી હિસ્સાના પાંચ ટકાથી અોછી રહેવની સ્થિતિમાં, મયુચ્યુઅલ ફંડસ હિસ્સાના બાકી રહેલા શેસૅ કયુઅાઈબી હિસ્સામાં કયુઅાઈબીઝને પ્રમાણસર ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે.


Advertisement