Air India | ખર્ચ ઓછો કરવા પાયલટ અને ક્રૂ માટે નહીં અપાઈ વૈભવી ભોજન

28 March 2019 03:05 AM
India Travel
  • Air India | ખર્ચ ઓછો કરવા પાયલટ અને ક્રૂ માટે નહીં અપાઈ વૈભવી ભોજન

પિત્ઝા, બર્ગર, સૂપ, વગેરે જેવી આઈટમ હવે નહિ મળે : પહેલેથી નિર્ધારિત ભોજન ફ્લાઇટ પરના સ્ટાફને પીરસવામાં આવશે

Advertisement

ન્યુ દિલ્હી તા. 28, એર ઇન્ડિયાના પાયલટ હવે તેમની ફ્લાઇટ વખતે બર્ગર, પિત્ઝા, સૂપ, વગેરે જેવા વૈભવી ભોજન નહી ઓર્ડર કરી શકે. આ નિયમ એર ઇન્ડિયાના પાયલટ તથા તેમના ક્રૂ મેમ્બર્સ માટે લાગુ કરી દેવામાં આવ્યું છે. હવે એર ઇન્ડિયા જે નક્કી કરે તે જ ભોજન તમામને પીરસાશે. આ માહિતી એર ઇન્ડિયાએ ઈમેલ દ્વારા તમામ સ્ટાફ મેમ્બર્સને મોકલી આપી હતી.
એર ઇન્ડિયા તેફથી ડિરેક્ટર અમિતાભ સિંહે તમામને ઈમેલ મોકલ્યો જેમાં તેમણે લખ્યું હતું કે 'મને ખબર પડી છે કે એર ઇન્ડિયાનો સ્ટાફ કંપનીના ખર્ચે વૈભવી ભોજન ઓર્ડર કરે છે. હવે થી તે નહીં થઈ શકે. હવે થી કેપટન, પાયલટ, કેબિન ક્રૂ, મેં અન્ય કોઈ ઓન સ્ટાફ મેમ્બર કંપની દ્વારા નિર્ધારિત કરેલ ભોજન જ લઇ શકશે.
આ નિર્ણય થી એરલાઇન કંપનીનો ખર્ચ ઘટવાની અને સ્ટાફનું સ્વાસ્થ્ય પણ સુધરવાની સંભાવના દર્શાવી હતી.


Advertisement