અમારો ‘મત’ કેમ આપીએ? મોદીને આર.અશ્ર્વિનનો પત્ર

26 March 2019 02:21 PM
India Sports
  • અમારો ‘મત’ કેમ આપીએ? મોદીને આર.અશ્ર્વિનનો પત્ર

Advertisement

નવી દિલ્હી: હાલ આઈપીએલ રમી રહેલા ભારતીય ક્રિકેટરો લોકસભા ચૂંટણીમાં તેમનો મત આપી શકશે નહી તેની ચિંતા વ્યક્ત કરતા કિંગ ઈલેવન પંજાબના કેપ્ટન આર.અશ્ર્વિને ખેલાડીઓ જયાં રમી શકતા હોય ત્યાં તેઓને મતદાનની સુવિધા આપવા માંગ કરી છે. અશ્ર્વીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેઓ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અત્યંત ઉત્સુક હોવાનું જણાવી સાથોસાથ એ પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે આઈપીએલના કારણે તેઓ પોતાના રહેણાંક ક્ષેત્રમાં હાજર નહી હોવાથી મતદાન કરી શકતા નથી.
જેના કારણે તેઓ પોતાના અધિકારથી વંચિત કરે છે. હાલમાં જ
વડાપ્રધાને ટવીટર પર અનેક સેલીબ્રીટીને ટેગ કરીને મતદાન અવશ્ય કરવા તથા મતદાન વધે તેના પ્રયાસો કરવાની અપીલ કરી હતી. આઈપીએલનો પ્રારંભ થઈ ગયો છે અને બીજી તરફ તા.11 એપ્રિલની 19 મે સુધી લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પણ યોજાઈ રહી છે.


Advertisement