કોંગ્રેસની બેઝીક ઈન્કમસ્કીમ અમર્ત્ય સેનના પ્રોપર્ટી ઈન્ડેકસ આધારીત

26 March 2019 02:20 PM
India
  • કોંગ્રેસની બેઝીક ઈન્કમસ્કીમ અમર્ત્ય સેનના પ્રોપર્ટી ઈન્ડેકસ આધારીત

1934ના કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોસે આ પ્રકારની યોજનાનો પ્રસ્તાવ કર્યો હતો :નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ ગરીબી નાબુદી માટે કેશ-સપોર્ટની આવશ્યકતા દર્શાવી હતી જે અનેક દેશોમાં અમલી છે

Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષે યુનિવર્સલ બેઝીક ઈન્કમ સ્કીમનું મીની સ્વરૂપ લાગું કરવા આવેલા ચૂંટણી વચનનો આઈડીયા નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્યસેન હોવાનું ખુલ્યુ છે અને તેમની જે પ્રોપર્ટી-ઈન્ડેકસની થિયરી છે તેને અનુરૂપ આ યોજના અમલી બનાવાઈ છે. ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જાહેર કર્યુ હતું કે દેશના 5 કરોડ ગરીબ પરિવારોને દર મહીને રૂા.6000ની ગેરેન્ટી અપાશે.
સેનના પ્રોપર્ટી ઈન્ડેકસ મુજબ ગરીબોમાં અત્યંત ગરીબ, ગરીબ અને ગરીબી રેખા તોડવાને નજીક એવા વર્ગ હોય છે અને તેમનો અભ્યાસ કહે છે કે ગરીબી નાબુદી માટે કોઈપણ પરિવારને માસિક રૂા.12000ની આવક જરૂરી છે અને કોંગ્રેસની યોજના મુજબ કોઈપણ પરિવારની માસિક આવક રૂા.4000 હોય તો તેને રૂા.8000ની જરૂર રહે છે. આ યોજનાનો પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમએ પણ સમીક્ષા કરી હતી અને જો કોંગ્રેસ સતા પર આવે તો
તેને પહેલા પાઈલોટ પ્રોજેકટ તરીકે લાગુ થશે.
જીડીપીમાં વધારો કરવા લોકોને રોકડ-હાથમાં આપવાનો આ સિદ્ધાંત છે. જો કે આ યોજના સાથે વિદેશમાં શરતો છે. જેમકે બ્રાઝીલમાં જે પરિવાર બાળકોને સ્કુલમાં મોકલે તેને જ આ રકમ મળે છે. 1967માં અમેરિકામાં પણ પ્રમુખ રીચર્ડ નિકસને આ યોજના લાગું કરવાની તૈયારી કરી હતી પણ તેની સામે પ્રશ્ર્નો ઉઠતા તે મુલત્વી રાખવામાં આવી હતી તો છેક 1934માં કોંગ્રેસના અધિવેશનમાં તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર બોસે પણ આ પ્રકારની આવક ગરીબોને આપવાની યોજના રજુ કરી હતી અને જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદ હેઠળ એક કમીટી બનાવાઈ હતી પણ ત્યારબાદ કવીટ ઈન્ડીયા ચળવળ આગળ વધતા તે મુદો ભુલાઈ ગયો હતો.


Advertisement