દિલ્હી ભાજપે ગૌતમ ગંભીરને ‘રનઆઉટ’ કર્યો

26 March 2019 02:19 PM
Sports
  • દિલ્હી ભાજપે ગૌતમ ગંભીરને ‘રનઆઉટ’ કર્યો

પુર્વ ક્રિકેટરને ટીકીટ આપવા સામે વાંધો: હાઈકમાંડે તાબડતોડ નવા નામ મંગાવ્યા

Advertisement

નવી દિલ્હી તા.26
રાજકારણની પીચ પર બેટીંગ કરવા ભાજપમાં જોડાયેલા પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીકીટ આપવાના મામલે ધમાસાણ સર્જાયુ છે. દિલ્હી પ્રદેશ ભાજપ દ્વારા ગંભીરને ટીકીટ આપવા મામલે વાંધો ઉઠાવતા હાઈકમાંડ દ્વારા સંભવિત ઉમેદવારો માટે નવા નામો માંગવામાં આવ્યા છે.
પાટનગર દિલ્હીની સાત બેઠકો માટે પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી હતી તેમાં ગૌતમ ગંભીરનું નામ ન હતું. ભાજપમાં જોડાયેલા ગૌતમ ગંભીરનેનવી દિલ્હીની બેઠક પરથી લડાવવામાં આવે તેવી અટકળો છે. દિલ્હી ભાજપના નેતાઓએ એવો દાવો કર્યો છે કે સીધી ટીકીટ મેળવવાના જ લક્ષ્ય સાથે પક્ષમાં આવતી સેલીબ્રીટી સામે ગણગણાટ છે. પાર્ટીના વફાદાર અને પાર્ટીને સતા સુધી પહોંચાડવા વર્ષોથી મહેનત કરનારા નેતાઓને જ ટીકીટ આપવાની માંગ ઉઠાવી હતી. પ્રદેશ નેતાગીરીમાં અસંતોષ સામે હાઈકમાંડ નારાજ થયુ છે છતાં નવા નામ મંગાવ્યા છે.


Advertisement