ભારતીય ગ્રાહકો સાવધાન ! વષૅના અંત સુધીમાં સ્માટૅફોનનો ભાવ તમારા ખિસ્સા ખંખેરી શકે !

26 March 2019 02:15 PM
India Technology
  • ભારતીય ગ્રાહકો સાવધાન ! વષૅના અંત સુધીમાં સ્માટૅફોનનો ભાવ તમારા ખિસ્સા ખંખેરી શકે !

સ્માટૅફોનના સરેરાશ ભાવમાં ૧૮ ટકા જેટલો વધારો થઈ શકે છે

Advertisement

નવી દિલ્હી, તા. ર૬ સ્માટૅ ફોન અાજે વૈભવની સાથે સાથે જરૂરીયાતનું સાધન બની ગયંુ છે. ત્યારે વષૅના અંત સુધીના સ્માટૅ ફોનના ભાવમાં ૧૮ ટકા જેટલો વધારો થઈ શકે છે. અા અંગે અેનાલિસ્ટોનું કહેવું છે કે ભારતમાં સ્માટૅ ફોનની સરેરાશ વેચાણ કિંમતમાં વષૅના અંત સુધીમાં ૧૮ ટકા સુધીનો વધારો થઈ શકે છે. પ્રીમીયમ ફિચસૅ ધરાવતા સ્માટૅ ફોનમાં ૧૯૦ ડોલરથી ર૧૦ ડોલર (રૂા. ૧૩૦૦૦થી રૂા. ૧પ૦૦૦)નો ભાવ વધારો થઈ શકે છે. કાઉન્ટર પોઈન્ટ રિસચૅના અેસોસીઅેટ ડિરેકટર તરૂણ પાઠક જણાવે છે કે પ્રીમિયમ સેગમેન્ટ સ્માટૅ ફોનની ખુબ જ મોટી ડિમાન્ડ છે જેની કિંમત ૪૦૦ ડોલર (રૂા. ર૮૦૦૦) ર૦૧૯માં છે. જેના સરેરાશ ભાવમાં ૧૮ ટકાનો (૧૯૦ ડોલર રૂા. ૧૩૦૦૦)ના વધારો થઈ શકે છે. ટેક અાકૅના ફાઉન્ડર અને મુખ્ય અેનાલિસ્ટ ફૈઝલ કવુસી જણાવે છે કે સેમસંગ જેવા હેન્ડસેટના મોટા ઉત્પાદકો રૂા. ૯૦૦૦થી રૂા. ૧પ૦૦૦ના સેગમેન્ટમાં તીવ્ર સ્પધાૅનો સામનો કરી રહયા છે. અન્ય ઉત્પાદકો રૂા. રપ૦૦૦ કે તેથી વધુ કિંમતના વધુને વધુ સ્માટૅ ફોન લોન્ચ કરશે તેમણે જણાવ્યું હતું કે સ્માટૅ ફોનની સરેરાશ વેચાણ કિંમત અા વષૅના અંત સુધીમાં રૂા. ૧પ૦૦૦ને સ્પશીૅ જશે. અાઈડીસી ઈન્ડિયાના અેસોસીઅેટ ચેનલ રિચસૅ મેનેજર ઉપાસના જોષી જણાવે છે કે છેલ્લા ર વષૅમાં ગ્રાહકોની વધુ માંગના કારણે સ્માટૅ ફોન સેગમેન્ટમાં ૧૦૦ થી ર૦૦ ડોલર વધીને ૩૦૦ થી પ૦૦ ડોલર સેગમેન્ટ થઈ ગઈ છે. તો કાઉન્ટર પોઈન્ટ રીચસૅ અને સાઈબર મીડીયા રિસચૅ અનુસાર વષૅ ર૦૧૮ના ૧૪પ મિલિયન સ્માટૅ ફોનના શિપમેન્ટના તુલનામાં વષૅ ર૦૧૯માં અા શિપમેન્ટનો અાંકડો ૧૬૦ મિલિયને પહોંચી જઈ શકે છે.


Advertisement