કાશ્મીરમાં સીઆરપીએફના કાફલાને બખ્તરબંધ ગાડીઓથી સજજ કરાશે

26 March 2019 02:13 PM
India

પુલવામા હુમલા બાદ સીઆરપીએફની સુરક્ષા અને આતંકી હુમલા સાથે કામ લેવા કરાયો નિર્ણય

Advertisement

નવીદિલ્હી તા.26
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) કાશ્મીરની ખીણમાં પોતાના કર્મીઓના કાફલાની સુરક્ષા નિશ્ર્ચિત કરવા માટે બખ્તર બંધ ગાડીઓ (એમપીવી)નો નવો કાફલો અને 30 સીટો વાળી બસોની ખરીદી કરશે. સીઆરપીએફના મુખ્ય અધિકારીએ આ જાણકારી આપી હતી. અર્ધ સૈનિક દળે આતંકવાદ વિરોધી તેમજ કાયદો વ્યવસ્થા સંબંધી કર્તવ્યોના નિર્વાહ માટે કાશ્મીરની ખીણમાં તૈનાત પોતાની 65 બટાલિયનો માટે બોમ્બ વિરોધી ટુકડી વધારવાનો પણ નિર્ણય લીધો છે. સીઆરપીએફએ આ નિર્ણય 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉપાય તરીકે લીધા છે. આ હુમલામાં જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાની બસમાં સવાર 40 સીઆરપીએફ કર્મીઓ તે સમયે શહીદ થયા હતા જયારે આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા વાહનથી બસને ટકકર મારી હતી. સીઆરપીએફના મુખ્ય અધિકારી આર.આર. ભટનાગરે જણાવ્યું હતું કે મોટી બસોને બખ્તબંધ બનાવવાનું મુશ્કેલ છે. એટલે અમે 30 સીટોવાળી નાની બસો ખરીદવાનું વિચારીએ છીએ. જેને સારી રીતે બખ્તરબંધ કરાવી શકાય. સીઆરપીએફ પ્રમુખે જણાવ્યું હતું કે પુલવામા જેવા હુમલાઓ સાથે કામ ચલાવવા અનેક કાફલાના આવનજાવન તેમજ સુરક્ષાની નવી પધ્ધતિઓ પર વિચાર કરવામાં આવ્યો છે.


Advertisement