મોદીની બાયોપિક મામલે ભાજપને ૩૦ માચૅ સુધીમાં જવાબ અાપવા તાકીદ

26 March 2019 02:13 PM
India

ચૂંટણી પંચે પ્રોડકશન હાઉસરુમ્યુઝીક કંપનીને નોટીસ પાઠવી : બાયોપિક સામે અાચારસંહિતા ભંગની ફરીયાદ થયેલી

Advertisement

નવી દિલ્હી, તા. ર૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર અાધારીત ફિલ્મ 'પીઅેમ નરેન્દ્ર મોદી' પમી અેપ્રિલે રીલીઝ થઈ રહી છે ત્યારે અા ફિલ્મથી ચૂંટણી અાચારસંહિતાનો ભંગ થતો હોઈ તેવી ફરીયાદના અાધારે ચૂંટણી પંચે ફિલ્મના નિમાૅતાઅો અને પાટીૅને ૩૦ માચૅ સુધીમાં જવાબ મોકલવાની નોટીસ અાપી છે. અા અંગેની વિગત અેવી છે કે પૂવીૅ દિલ્હીના રિટનીૅગ અોફિસર કે મહેશને પીઅેમ મોદીની બાયોપિકની બે ન્યુઝપેપરમાં પ્રગટ થયેલી જાહેર ખબરના અનુસંધાને ચૂંટણી અાચારસંહિતા અંગેની ફરીયાદ મળી હતી. જેના અનુસંધાને પૂવીૅ દિલ્હીના રિટનીૅગ અોફિસર કે મહેશે પ્રોડકશન હાઉસ અને મ્યુઝીક કંપનીને સુઅો મોટો નોટીસ ઈસ્યુ કરી હતી. દિલ્હી ચીફ ઈકલેકટોરલ અોફિસર રણબીરસિંઘે જણાવ્યું હતું કે અા મામલે સંબંધીત પાટીૅને પણ ૩૦ માચૅ સુધીમાં જવાબ રજુ કરવા જણાવાયું છે.


Advertisement