1 એપ્રિલથી દારુની બોટલ પર હેલ્થ વોર્નિંગ હશે: આરોગ્ય માટે હાનિકારક, પીને વાહન ન હાંકો

26 March 2019 02:12 PM
India
  • 1 એપ્રિલથી દારુની બોટલ પર હેલ્થ વોર્નિંગ હશે: આરોગ્ય માટે હાનિકારક, પીને વાહન ન હાંકો

ફુડ રેગ્યુલેટરનું જાહેરનામુ અમલી બનશે

Advertisement

નવી દિલ્હી તા.26
1 એપ્રિલથી દારુની તમામ બોટલ પર ગ્રાહકો માટે આલ્કાહોલ આરોગ્ય માટે નુકસાનકારક છે અને પીવા પછી વાહન ન ચલાવવાની વોર્નિંગ હશે.
ફુડ રેગ્યુલેટર ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (ફસાઈ) એ 19 માર્ચ, 2018એ જાહેરનામું બહાર પાડી આલ્કોહોલીક પીટાયું બનાવતી કંપનીઓને આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે અને ‘બી સેઈફ ડોન્ટ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ’ ચેતવણી લેબલ પર છાપવા જણાવ્યું હતું.
200 મીલી સુધીની બોટલ પર કેપીટલ અક્ષરોમાં 1.5 મીમીથી ટુંકી ન હોય અને 200 મીલી સુધીની બોટલ પર 3 મીમી લાંબી ચેતવણી છાપવી પડશે. રેગ્યુલેટરે આ સૂચનાનો અમલ કરવા કંપનીઓને એક વર્ષનો સમય આપ્યો હતો. ફસાઈના ચીફ એકઝીકયુટીવ ઓફીસર પવન અગરવાલે જણાવ્યું હતું કે આલ્કોહોલીક બીવરેજીસનું પણ ફુડ સેફટી એકટ હેઠળ નિયમન થાય છે. પરંતુ અત્યાર સુધી કાદા નીચે લેબલીંગ નિયમો બનાવાયા નહોતા. કંપનીઓ બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડસે નકકી કરેલા માપદંડ અને એકસાઈઝ કાયદાનું પાલન કરતી હતી. પરંતુ હવે અમે નિયમો બનાવ્યા છે અને તેમણે પાલન કરવું પડશે.


Advertisement