નવા મતદારો અને 80થી વધુની વયના મતદારોની સંખ્યા લગભગ સરખી

26 March 2019 01:05 PM
Ahmedabad Gujarat
  • નવા મતદારો અને 80થી વધુની
વયના મતદારોની સંખ્યા લગભગ સરખી

વસ્તીનું માળખું બદલાઈ રહ્યાનું પ્રતિબિંબ

Advertisement

અમદાવાદ તા.26
એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં સુપર સીનીયર સીટીઝન્સ (80થી વધુ) પ્રથમ વાર મત આપતા યુવાનો જેટલો જ પ્રભાવ ધરાવતા હશે. રાજયમાં 2014થી 2019 વચ્ચે મતદારના વય બંધારણમાં બદલાવ આવ્યો છે. 80થી વધુની વયના લોકોનો હિસ્સો ફર્સ્ટ-ટાઈમ વોટર્સ કરતા માત્ર અડધો ટકા ઓછો છે. જાણકારો કહે છે કે ફર્સ્ટ ટાઈમ વોટર્સની સંખ્યામાં ઘટાડો અને સુપર સીનીયર સીટીઝન મતદારોની સંખ્યામાં વધારો રાજકીય અને સમાજશાસ્ત્ર અને દ્રષ્ટીએ મહત્વનો છે.
2014માં 2.88% મતદારો 18-19 વયજૂથના, બોલે તો ફર્સ્ટટાઈમ મતદારો હતા. આ જૂથની સંખ્યા 2019માં 1.17% ઘટી છે. કુલ મતદારોમાં એમનું પ્રમાણ 1.71% છે. એ સામે સુપર સીનીયર સિટીઝન્સની સંખ્યા 1.25% થી વધી 1.65% થઈ છે.ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી લેટેસ્ટ આંકડા મુજબ પ્રથમ વારના મતદારોની સંખ્યા 7.67 લાખ છે, જયારે 80થી વધુની વયના મતદારો 7.38 લાખ છે.20-29 વયજૂથની સંખ્યા 2014 અને 2019 વચ્ચે 3.37% ઘટી છે. મોટી વયના લોકોની સંખ્યા વધી છે.
આવી ડેમોગ્રાફીક શિફટ બાબતે બોલતા વરિષ્ઠ સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે
ફર્સ્ટયાઈમ વોટર્સની સંખ્યામાં ઘટાડાને વસ્તી વધારાના દરમાં ઘટાડા સાથે સાંકળી શકાય. 2001 અને 2011ની વસ્તી ગણતરીમાં પ્રજનન દર ઘટયો હતો અને એથી ફર્સ્ટટાઈમ વોટર્સની સંખ્યાને અસર થઈ છે.


Advertisement