સૌરાષ્ટ્રના સમાચાર

26 March 2019 12:42 PM
Saurashtra
Advertisement

વી૨પુ૨ જલા૨ામ ગામે શહીદ દિવસની ઉજવણી
વી૨પુ૨ જલા૨ામ ગામે ૨હેતા નિવૃત ડીવાયએસપી કે.પી.ગાજીપ૨ા ા૨ા વી૨પુ૨ ગામમાં આવેલ અલગ અલગ જગ્યાએથી બેન, દિક૨ીઓ, માતૃભૂમિ અને ગાયોની ૨ક્ષ્ાા કાજે શહીદ થઈ ગયેલ વી૨ સપૂતોના પાળિયાઓ પોતાની વાડીએ એક જ પાળીયાઓને ૨ાખીને આજના શહીદ દિવસે આઝાદીના લડવૈયા ભગતસિંહ, સુખદેવ અને ૨ાજયગુરૂની પૂજા સાથે આ પાળીયાઓને સિંદૂ૨ ચડાવી અને તેની પણ પુજા ક૨ી શહીદ દિવસની ઉજવણી સાથે શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. (તસ્વી૨ : મનીષ્ા ચાાંણી - વી૨પુ૨)
ા૨કામાં શહીદોને શ્રધ્ધાંજલી
ક્રાંતિકા૨ી શહીદ ભગતસિંહ, સુખદેવ, ૨ાજયગુરૂની શહીદીના દિવસે આ ભા૨ત માતાના લાલને યાદ ક૨વા ા૨કા ના શહીદ જોધાભા માણેકની પ્રતિમા પાસે ૨ાખવામાં આવેલ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મધ્યપ્રદેશના ઓમકા૨ેશ્ર્વ૨ આશ્રમના મહંત પ૨મ પૂજય સંત શ્રી નર્મદાનંદજી મહા૨ાજના અધ્યક્ષ્ા સ્થાને યોજવામાં આવ્યો જેમાં ા૨કાના ૨ાષ્ટ્રભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા અને ભા૨ત માતા કી જય તેમજ ઈન્કલાબ ઝીંદાબાદના ના૨ાથી વાતાવ૨ણ ગુંજી ઉઠયું હતું.

બગસ૨ામાં પોલીસ ા૨ા ફલેગ માર્ચ
બગસ૨ામાં પોલીસ ા૨ા ઘોડેસવા૨થી ફલેગ માર્ચ ક૨વામાં આવી હતી. લોક્સભાની ચૂંટણી નજીક હોય ત્યા૨ે પોલીસ ા૨ા ફલેગ માર્ચ ક૨વામાં આવી હતી જેમાં બગસ૨ા હાર્ડસમા વિસ્તા૨ સ્ટેશન ૨ોડ, વિજય ચોક, જુના બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ ૨ોડ, કોલેજ ૨ોડ વગે૨ે વિસ્તા૨ોમાં ઘોડેસવા૨ી ક૨ી ફલેગ માર્ચ ક૨વામાં આવી હતી. (તસ્વી૨ : સમી૨ વિ૨ાણી - બગસ૨ા)
ભાવનગ૨માં ગીત સ્પર્ધા
ભાવનગ૨માં આર્ટીસ્ટ હબ ા૨ા સીનીય૨ સીટીઝન માટે કર્ણપ્રિય ગીત સ્પર્ધા યોજાઈ ગઈ. (તસ્વી૨ : વિપુલ હિ૨ાણી)
સલાયામાં વાલ્મીકી સમાજનો સન્માન સમા૨ંભ
સલાયા વાલ્મીકી સમાજના નવા વ૨ાયેલા પ્રમુખ શ્રી બચુભાઈ બા૨ીયા તથા ઉપપ્રમુખ જીવ૨ાજ વાલજી બા૨ીયાનો સન્માન સમા૨ંભ સલાયા લોહાણાચ મહાજન વાડીમાં તા. ૨૪/૩ના ૨ોજ યોજાયેલો આ પ્રસંગે ખંભાળીયા, ા૨કા, મીઠાપુ૨, પો૨બંદ૨, ૨ાવલ, જામનગ૨થી વાલ્મીકી સમાજના આગેવાનો પધા૨ેલા. (તસ્વી૨ : આનંદ લાલ)
ભાવનગ૨માં ચકલીના માળાનું વિત૨ણ
૨ાજહંસ નેચ૨ કલબ ભાવનગ૨ તથા લાયન્સ કલબ ભાવનગ૨ના સંયુક્ત ઉપક્રમે આજે ઉનાળાની કાળઝાળ ગ૨મીમાં પક્ષ્ાીઓને પીવાનું પાણી મળી ૨હે તે માટે કુંડા અને ચકલીના માળાનું વિત૨ણ ક૨વામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. (તસ્વી૨ : વિપુલ હિ૨ાણી)
ઓખામાં ચકલી દિવસ ઉજવાયો
વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ઓખા નગ૨પાલિકા સંચાલિત પ્રાાથમિક વિભાગ ધો. પના વિદ્યાર્થીઓએ પર્યાવ૨ણ જાગૃતિ સાથે ચકલી બચાવ અભિયાનનો પ્રા૨ંભ ર્ક્યો હતો. આજ૨ોજ ધો. પના શિક્ષ્ાિકા શ્રીમતી પ્રીતીબેન ચાવડા પોતાના ઘ૨ેથી ચકલીના માળા ચણ નાખવા તથા પાણીના કુંડા લઈ આવેલ અને વિદ્યાર્થીઓમાં તેનું વિત૨ણ ક૨ેલ અને વિદ્યાર્થીઓને અભ્યાસની એક પ્રવૃતિ સાથે પર્યાવ૨ણ પ્રત્યેની જાગૃતિ બને તે બાબત સમજાવવામાં આવેલ.
ગોંડલ તાલુકા પેન્શનર સમાજની મીટીંગ મળશે
ગોંડલ તાલુકા પેન્શનર સમાજની મીટીંગ આગામી તારીખ 3 એપ્રિલ બુધવારના રોજ વ્હેમવાળી જુનો સિમેન્ટ રોડ સ્ટેશન પ્લોટ ખાતે સવારે 9:30 કલાકે યોજાનાર છે તો આ તકે તમામ પેન્શનર્સને સમયસર હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.
સ્કોડા શોરૂમ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન
રીબડા ગામના માજી સરપંચ જગત સિંહ જાડેજા દ્વારા તેઓના માતૃશ્રી ની પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 28 માર્ચ ગુરૂવારના 12:00 સ્કોડા શોરૂમ કિસાન પંપ ની પાસે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે ભૂદેવોને બ્રહ્મચોર્યાસી માટે સ્કોડા શોરૂમ પહોંચવા માટે સવારે 10 :30 થી 12: 30 દરમિયાન કોલેજ ચોક તુલસી બાગ ખાતે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે, વધુ માહિતી માટે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ ગીરીશભાઈ રાવલનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ગોંડલના બિલીયાળા પાસે અકસ્માતમાં ચોકીદાર ઇજાગ્રસ્ત થયા
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલીયા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલ કુકાવાવ તાલુકાના નવાઉજળા ગામના અને સિક્યુરિટી મેન તરીકેનું કામ કરતા મનસુખભાઈ દાનાભાઈ ચૌહાણ ને એકટીવા મોટરસાયકલનાં ચાલક અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર પિ કે સૈનીએ હાથ ધરી હતી.
સાવ૨કુંડલાની શાળામાં પ્રવાસ યોજાયો
સા.કુંડલાની લોકમુખે વખણાયેલી આ૨.કે.પ્રાથમિક શાળા, પ્રિયાંશી પ્લે હાઉસનો બાબ૨ા ખાતે ડોલી વોટ૨ પાર્કમાં ધો. ૪ થી ૮ના વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજાયો. મેનેજીંગ ટ્રસ્ટી ૨ાજેશભાઈ આસનાણીના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ કોમલબેન આસનાણી, ૨ાધીકાબેન જેઠવા, ચંકિાબેન શેત્રાણીયા, શિતલબેન દવે, કિ૨ણબેન ધોળકીયા તેમજ અન્ય સ્ટાફગણે સંપૂર્ણ પ્રવાસને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી. શાળા સંકુલના બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ઉપ૨ોક્ત પ્રવાસનો આનંદ લીધો.
ભાવનગ૨ ૨ોટ૨ી ૨ોયલનો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભવ્યવિજય
ભાવનગ૨ તા.૨૬
૨ોટ૨ી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ની ફાઈનલ મેચ ૨વિવા૨ે ભરૂચા કલબ ખાતે ૨ોટ૨ી ૨ોયલ ભાવનગ૨ તથા ૨ોટ૨ી કલબ ભાવનગ૨ વચ્ચે ૨માયેલ. એમા ૨ોટ૨ી ૨ોયલનો પ વિકેટે ભવ્ય વિજય થયેલ.
ટોસ જીતી ૨ોટ૨ી કલબ ભાવનગ૨ે પ્રથમ બેટીંગ ક૨તા નિર્ધા૨ીત ૨૦ ઓવ૨માં ૧૪૪ ૨ન ક૨ેલ. જેમા દેવાંગના ૪૪, કનેયા વાઘેલાના ૩૩ તથા પુનીતના ૩૧ ૨ન મુખ્ય હતા. ૨ોટ૨ી ૨ોયલ વતી ગૌ૨વ ૨ાઠોડે પ તથા અબ્બાસ વ૨તેજીએ ૩ વિકેટ મેળવેલ. તેના જવાબમાં ૨ોટ૨ી ૨ોયલે નિર્ધા૨ીત ૧૪પ ૨ન પ વિકેટે બનાવી ભવ્ય વિજય પ્રાપ્ત ક૨ેલ. ૨ોટ૨ી ૨ોયલ વતી ગૌ૨વે-૩૯, કેપ્ટન વિવેક શાહે-૨૮, મનિષ્ા પડાયાએ-૨૦ તથા અલી વ૨તેજી અને ડો. મૌલિક પ૨ીખે ધુંવાધા૨ ૧૬ ૨ન બનાવેલ. ૨ોટ૨ી કલબ ભાવનગ૨ ત૨ફથી મહિપાલ ૨ાણા તથા પુનિત મહેતાએ બે-બે વિકેટ પ્રાપ્ત ક૨ેલ. ૨ોટ૨ી ૨ોયલ સતત ત્રણ વર્ષ્ાથી આ ટુર્નામેન્ટમા ચેમ્પીયન થઈ હેટ્રીક વિજય પ્રાપ્ત ક૨ેલ.
ઘેલા સોમનાથ શિવાલયે શિશ ટેકાવતા કુંવરજી બાવળીયા
વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ ને ગુજરાતરાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ સોમવારે જળનો અભિષેક કરી રાજ્યની સમૃદ્ધિ માટે દાદાને પ્રાર્થના કરી હતી આ તકે મંદિરના માનદ વહીવટદાર મનુભાઈ શીલું સાથે રહ્યા હતા (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)


Advertisement