સૌરાષ્ટ્રના સમાચાર

25 March 2019 02:15 PM
Saurashtra
Advertisement

વિદેશી પક્ષીઓ ફરી વતન ભણી...!!
ઉના-સોમનાથ દરીયા કિનારે 12 વર્ષની માફક મોંઘેરા મહેમાન બનેલા વિદેશી પક્ષીઓ શિયાળાની ઠંડી માણ્યા બાદ હવે આબોહવા બદલાતા ફરી પોતાના વતન તરફ જવા પ્રયાણ કર્યુ છે.
જસદણમાં ખાંસી-ઉધરસ મટાડતું ચમત્કારીક ઝાડ
જસદણ જીલેશ્ર્વર પાર્કમાં આવેલા ઝાડ ખાંસી-ઉધરસ મટાડવા માટે જાણીતુ બન્યું છે. રજવાડા સમયના આ ઝાડને લોકો ગાંડા ઝાડ તરીકે ઓળખે છે.
પરંતુ આ ઝાડની માનતા રાખી ઘણા દર્દીઓએ ખાંસી-ઉધરસ મટાડી હોવાની વાયકા છે. દર્દીઓ રોગ મુકત થતા અહીં સુખડી અને નિમક ધરી માનતા પૂર્ણ કરે છે.
(તસવીર : હિતેશ ગોસાઇ-જસદણ)
જસદણમાં નાના બાળકોનો પક્ષી પ્રેમ
ગરમીનું આગમન ધીમા પગલે થયું છે ત્યારે સ્વાભિક છે કે પાણીની તરસ લાગે તેથી પક્ષીઓની તરસ છીપાવવા નાના બાળકો વિરાટ કાર્ય કરી રહ્યા છે. ઝાડની ડાળીઓ કાર્ય કરી રહ્યા છે. ઝાડની ડાળીઓ અને છજાઓમાં પાણીના કુંડા બાંધી પક્ષીઓને પાણી પીવડાવવાના કામે લાગી ગયા છે.
(તસવીર : હિતેશ ગોસાઇ-જસદણ)
સાવરકુંડલા માનવ મંદિરમાં દલિત દિકરીનાં લગ્ન
સાવરકુંડલા માનવ મંદિરે ગુણવંત બગડા આયોજીત દલીત દિકરીના લગ્નોત્સવમાં સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર પ્રવિણ સાવજ પૂ.ભકિતબાપુ, પી.પી.સોજીત્રા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઊનામાં ઝેરી કોબ્રા સાપ પકડાયો
ઊના ભાવનગર રોડ પર આવેલ એક મકાનમાં ઝેરી કોબ્રા સાપ નિકળતા અફડાતફડી મચી ગઇ હતી. અને કોબ્રા સાપને પકડવા નારૂભાઇને જાણ કરતા તાત્કાલી દોડી જઇ સાપને મહામહેનતે પકડી પાડી ડબ્બામાં પુરી લેતા લોકોએ હાસકારો લીધો હતી. બાદમાં આ કોબ્રા સાપને સહીસલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી મુક્યો હતો.


Advertisement