વિરૂદ્વ અાહાર તબિયતના માટે હાનિકારક

25 March 2019 01:59 PM
Health
  • વિરૂદ્વ અાહાર તબિયતના માટે હાનિકારક

મધનું ભૂલચૂંકેય ગરમ કરીને સેવન ન કરવું તાવ અાવ્યો હોય ત્યારે મધ લેવાથી પિત્ત છે : ચા પીધા બાદ ઠંડુ પાણી નુકસાનકારક

Advertisement

નવી દિલ્હી, તા.રપ દૂધ, દહીં, લીંબુ, સંતરા, કેળા, મધ, ઘી અને વગેરે પૌષ્ટિક ખોરાક છે. સામાન્ય પણે અાપણે ખાવામાં અેક સાથે ઘણી ચીજો પસંદ કરીઅે છીઅે પરંતુ અેક સમયે અેક સાથે અનેક ચીજો ખાવાથી ફાયદો થવાને બદલે નુકસાન થતું હોય છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસચૅ ઈન અાયુવેૅદિક સાયન્સના સંશોધન અનુસાર ઉલટા ગુણો અને વિરૂદ્વ પ્રકૃતિ ધરાવતો ખોરાક વધારે માત્રામાં ખવાય તો નુકસાન પહોંચી શકે છે. મતલબ કેજે નંું તાપમાન ખૂબ જ ઠંડુ કે ગરમ હોય સ્વાદ મીઠો કે નમકીન હોય, ગુણ હલ્કો અને ભારે હોય તાસીર ઠંડી અને ગરમ અલગ અલગ હોય તેવા ખોરાકને અેકસાથે ન ખાવો જોઈઅે અાવી રીતે મધને ગરમ કરીને ન ખાવું જોઈઅે તાવ અાવ્યો હોય, ત્યારે મધનું સેવન ન કરવું જોઈઅે અેનાથી શરીરમાં પિશ્ર વધે છે. ઘી અને મધ બરાબર માત્રામા લેવું હાનિકારક થઈ શકે છે. દૂધની સાથે દહિં અડદની દાળ, ખાટા ફળો, તલ અને મીઠામાંથી બનેલી ચોજોથી દૂર રહેવું જોઈઅે. દૂધ અને દહી અેક સાથે ન લેવું જોઈઅે અેનાથી પેટમાં દુ:ખાવો અને ઉલટી પણ થઈ શકે છે. લીલા શાકભાજી અને મૂળા ખાધા પછી દૂધ ન પીઅો પનીર ખાધા બાદ પણ ળદૂધ પીવાથી બચવુ તો દહિંના સાથે ખાટા ફળો ખાવા નુકસાનકારક છે દહિં અને ખાટા ફળોમાં અલગરુઅલગ અેન્ઝાઈમ હોવાના કારણે તે પચી નથી શકતા દહિંની તાસીર ઠંડી છે તેને કોઈ ગરમ ચીજો સાથે ન ખાઅો તો ખાટા અને મીઠા ફળો પણ સાથે ન ખાવા જોઈઅે કારણકે ખાટા ફળો મીઠા ફળોમાંથી નીકળતી સુગરમાં રૂકાવટ પેદા કરે છે, અેનાથી પાચન બગડે છે ફળોની પૌષ્ટિકતણા પણ ઘટી જાય છે. તો ૧૦ દિવસ સુધી કાંસાના વાસણમાં રાખેલું ઘી ન ખાવુ જોઈઅે. અાટલી ચીજો ઘાતક છે. જે મુજબ ઘઉંને તલના તેલમાં પકાવવા, દહિં, મધ અને શરાબ બાદ ગરમ પદાથોૅનું સેવન, ચા પીધા બાદ ઠંડુ પાણી પીવું, કેળાની સાથે દહિં કે લસ્સી લેવી.


Advertisement