અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન

23 March 2019 06:15 PM
Ahmedabad
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન
  • અમદાવાદમાં શહિદ પરિવારના હસ્તે ફાલ્કનના એકસકલુઝીવ 17માં શો-રૂમનું ઉદઘાટન

24 વર્ષ જૂની ફાલ્કન કંપની દ્વારા : શહિદ પરિવારોના દિકરા દિકરીને રોજગારી આપી રૂા.2પ હજારની સહાય

Advertisement

રાજકોટ તા.23
અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્કૃષ્ટ વોટર સોલ્યુશન પ્રદાન કરતાં ફાલ્કન પમ્પસ દ્વારા આજે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં કંપનીના 17માં શો-રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દેશના નાગરિકોની સુરક્ષા કરવામાં પોતાના જીવનનું બલીદાન આપનારા શહિદોને શ્રઘ્ધાંજલી પાઠવતાં 13 વીર જવાનોના પરિવારજનોના હસ્તે આજે આ શો-રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ધીરજલાલ સુવાગીયા તેમજ એકીઝકયુટીવ ડિરેકટર કમલનયન સોજીત્રા તેમજ જગદીશભાઇ કોટડીયા, હરસુખભાઇ સુવાગીયા, ભાર્ગવભાઇ સુવાગીયા, ભાવનાબેન સુવાગીયા, મીરાબેન સોજીત્રા, ભાવનાબેન કોટડીયા, વિદ્યા સુવાગીયા, નિસર્ગ સુવાગીયા, નમ્રતા અને સાગર ગજેરા, પલક અને સાવન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ફાલ્કન કંપની દ્વારા 13 શહિદ પરિવારોને પરિવાર દીઠ 2પ હજારની સહાય આપવામાં આવી છે. ઉપરાંત શહિદ પરિવારોના દિકરા-દિકરીઓને રોજગારી આપવાની પહેલ પણ ફાલ્કન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. તથા ભારતમાં સર્વ પ્રથમ વખત જ ગ્રાહક મિત્રોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ વર્ષની મીકેનીકલ વોરંટી શરૂ કરવામાં આવી.
રાજકોટ સ્થિત અને સમગ્ર ભારતમાં ફાલ્કનના એસ.એસ.પંપસેટની ડિઝાઇનનો લાભ લઇ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જે ફાલ્કનના સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ફાલ્કન પંપની વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી જે પ્રોડકટસ રજુ કરી છે તેમાં 3પ% થી પ0% જેવી વીજળીની મહાબચત, ઝીરો મેઇન્ટેનન્સ, નહિવત જાળવણી ખર્ચ અને 10 વર્ષથી વધુની લાઇફ સ્ટાઇલ જેવા ગ્રાહકલક્ષી ફાયદા ધરાવતી 2200થી વધુ પંપની વિશાળશ્રેણી તેમજ ઈંજઈં/ઈંજઘ 14000:2015 જેવા પર્યાવરણના સર્ટીફીકેટ ધરાવતી કંપનીનો અમદાવાદ ખાતે 4500 સ્કવેર ફૂટનો ભવ્ય રીટેઇલ અને હોલસેલ શો-રૂમ શરૂ કરેલ છે. ફાલ્કન કંપનીના પાયામાં અનુભવી એન્જીનિયરોની યુવા ટીમ, સ્કીલ કારીગરો, અતિ આધુનિક ટેકનોલોજી યુકત હાઇટેક પ્રોડકશન યુનિટ, રોજનાં 1000 પંપની ક્ષમતા ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રકચર, આધુનિક નેબલ ટેસ્ટલેબ, 0.પ%થી પણ ઓછુ ફિલ્ડ રીજેકશન 24 કલાકમાં પંપસેટ સપ્લાય અને ભારતભરમાં 24/7 સર્વિસ સેટઅપ અને નેટવર્કની ગોઠવણી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે.
ફાલ્કન કંપનીના ચેરમેન ડિરેકટર ગુજરાત રાજયના તમામ મંત્રીઓ, સચિવ, આઇએએસ તેમજ આઇપીએસ અધિકારીઓ સહકારી અધિકારીઓ એનજીઓના ચેરમેન તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ, ગ્રામ સેવક, સરપંચ, સામાજીક આગેવાન, સહકારી મંડળીઓના પ્રમુખ સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના ડિરેકટર, હોસ્પિટલ, હોટલ એજયુકેશનલ ઇન્સ્ટિયુટ ઉદ્યોગકાર, બિલ્ડર્સ, ચેમ્બર ઓફ કોમર્સ, એન્જી. એસોસીએશનના પ્રમુખ હોદેદાર મિત્રો તેમજ સભ્ય આભાર માને છે.


Advertisement