એસ.ટી. બસ સ્ટેન્ડમાં પોલીસનું ડે-નાઈટ કોમ્બિંગ નો-પાર્કિંગમાં પડેલા વાહનો ટોઈંગ કરાયા: દંડ વસૂલાયો

23 March 2019 06:11 PM
Rajkot
  • એસ.ટી. બસ સ્ટેન્ડમાં પોલીસનું ડે-નાઈટ કોમ્બિંગ નો-પાર્કિંગમાં પડેલા વાહનો ટોઈંગ કરાયા: દંડ વસૂલાયો

એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અર્જુન જોષીનો છેલ્લા 20 દિવસ થયા બસ સ્ટેન્ડ ચોકીમાં પડાવ: લુખ્ખા તત્વો બસ સ્ટેન્ડ બહાર

Advertisement

રાજકોટ તા.23
શહેરન એસ.ટી. બસ સ્ટેન્ડમાં આજે પોલીસ દ્વારા ડે-નાઈટ કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં બસ સ્ટેન્ડમાં આવતા-જતા મુસાફરોને ચેક કરાયા હતા. તો અગાઉ અનેક વખતની સુચનાઓ છતા બસ સ્ટેન્ડમં નો પાર્કિંગ ઝોનમાં પોત પોતાના વાહનો પાર્ક કરી ચાલ્યા જતા વાહન ચાલકોની આંખો ઉઘાડવા અનેક વાહનો ટોઈંગ કરીને ટ્રાફીક પોલીસ દ્વારા લઈ જવાયા હતા. બીજી બાજુ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અર્જુન જોષી છેલ્લા 20 દિવસ થયા બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં મૂકાયા હોય, તેઓના કડક ચેકિંગથી અસામાજીક તત્વો બસ સ્ટેન્ડ બહાર ચાલ્યા ગયા હોવાનું સાંભળવા મળ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઝોન-1/2ના ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા એસીપી (ઉત્તર) ટંડેલ, એ ડીવીઝન પોલીસના પીઆઈ એન.કે. જાડેજાની સુચનાથી પીએસઆઈ અર્જુન જોષી સહિતના પોલીસ કાફલાએ ડે નાઈટ કોમ્બિંગ હાથ ધયુર્ં હતું.
આ માટે પોલીસે બસ સ્ટેન્ડમાં આવતા જતા મુસાફરોમાં શકમંદ મુસાફરોને થેલા- બેગ તપાસી ઓળખ કાર્ડ માંગ્યા હતા. આ વાતમાં ગેંગે ફેંફે કરનાર મુસાફરોની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. પણ પોલીસના કહેવા મુજબ હજુ સુધી કોઈ વાંધાજનક, શંકાસ્પદ શખ્સો મળ્યા નથી.
શહેરના એસટી બસ સ્ટેન્ડમાંથી હાલતા ચાલત બાઈકો ચોરાવાની ઘટના પાછળ વાહન ચાલકોની બેદરકારી હોય, પાર્કિંગ વ્યવસ્થાને બદલે નો પાર્કિંગ ઝોનના ચેતવણીદર્શક બોર્ડ મૂકાયા હોવા છતા આ જગ્યાએ વાહનો પાર્ક કરી ચાલ્યા જતા વાહન ચાલકોની અંખો ઉઘાડવા છેલ્લા પંદર દિવસમાં બીજીવાર ડ્રાઈવ યોજી પોલીસ ટ્રાફિક પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી હતી.
જેમાં ટ્રાફિક ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ નવિનચંદ્ર પંડીત, હે.કો. નિતિનદાસ ગઢવી, ધર્મેન્દ્રસિંહ સહિતના સ્ટાફે નો પાર્કિંગ ઝોનમાં પડેલા 15 જેટલા વાહનો ટોઈંગ કરી આવી કામગીરી સાંજ સુધી તેમજ જયાં સુધી નો પાર્કિંગ ઝોનમાં પડેલા વાહનો ન હટાવાય ત્યાં સુધી ચાલુ રાખવા જણાવ્યું હતું.
વાહનોને ટોઈંગ કર્યા ઉપરાંત બસ સ્ટેન્ડને બગીચો સમજી બસ સ્ટેન્ડમાં દ્વિચક્રી, રીક્ષા સહિતના વાહનો સાથે મહાલતા વાહન ચાલકોને પણ પકડી પકડીને તમામને ચેતવણીઓ આપી હાજર દંડ વસુલાયો હતો.


Advertisement