શિક્ષણના નામે બાળક પર આતંક બંધ થવો જોઇએ; માર્કશીટની રેસમાં ન નાખો: પૂ. ભાઇશ્રી

23 March 2019 04:43 PM
Rajkot Gujarat
  • શિક્ષણના નામે બાળક પર આતંક બંધ થવો જોઇએ; માર્કશીટની રેસમાં ન નાખો: પૂ. ભાઇશ્રી
  • શિક્ષણના નામે બાળક પર આતંક બંધ થવો જોઇએ; માર્કશીટની રેસમાં ન નાખો: પૂ. ભાઇશ્રી
  • શિક્ષણના નામે બાળક પર આતંક બંધ થવો જોઇએ; માર્કશીટની રેસમાં ન નાખો: પૂ. ભાઇશ્રી

ક કેળવણીનો ક કાર્યક્રમ થયો હકડેઠઠ : કેળવણીનાં વિષય પર વાલીઓનો ધસારો : ભાઈશ્રી-સાંઈરામદવે-ભદ્રાયુ વછરાજાનીએ સરળ શૈલીમાં આપી સમજ : સાઇરામ લિખિત પુસ્તક ‘મામાનું ઘર’ કેટલે નુ પૂ. ભાઇશ્રી હસ્તે વિમોચન

Advertisement

શિક્ષણની દોડમાં બાળકને કેળવણી આપવાની ચૂકાઈ જવાઈ રહી છે ત્યારે વાલીઓમાં કેળવણીની સમજ ખીલે એ માટે શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા રાજકોટને આંગણે ક કેળવણીનો ક નામનો જ્ઞાન અને સમજસભર કાર્યક્રમ યોજાયો. જાણીતા ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા ભાઈશ્રીએ જણાવ્યુ કે, ક થી થતી શરૂઆત.. એ બાળકમાં રસ કેળવનારી જોઈએ. શિક્ષણના નામે બાળક પર થઈ રહેલો આતંક બંધ કરવો જોઈએ એમ કહી વાલીઓને અપીલ કરી હતી કે બાળકને માર્કશીટની રેસમાં ન નાખવા જોઈએ. પોતાના બાળકને શીખવવાની જગ્યાએ કેળવવાની સમજ આપતા ભાઈશ્રીએ જણાવ્યુ કે, મને નચિકેતામાં થતા યજ્ઞની વાત બહુ જ ગમે છે. બાળકને શાળાનો પહેલો બેલ ગમે તેવો માહોલ બને એ જરૂરી છે.
જાણીતા હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવેએ આ કાર્યક્રમમાં બોલતા વાલીઓને શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ બહુ જ સરળ શૈલીમાં સમજાવ્યો. રવિવાર એ પરિવાર માટે એમ કહી સાંઈરામ દવેએ વાલીઓ અને સંતાન વચ્ચે નિકટતા લાવવા માટે અપીલ કરી હતી.. અને સાહિત્ય તેમજ ભજનમાં કેળવણી ક્યાં છે તેની વાત લોકો સામે મુકી હતી. બાળકો માટે સારા અને નવા પુસ્તકોની બાળસાહિત્યજગતને જરૂર છે ત્યારે હાસ્યકલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેએ બાળકો માટે લખેલા પુસ્તક મામાનું ઘર કેટલે...નું ભાઈશ્રીના હસ્તે વિમોચન કરાયું હતુ.
શિક્ષણ વિદ્ ભદ્રાયુભાઈ વછરાજાનીએ વાલીઓની બાળકો સાથેની દૂરીની વાતને વાલીઓની સામે રજૂ કરી... અને સમજાવ્યુ કે, બાળકોને સમય આપવાની જરૂરીયાતનો સમય પાકી ગયો છે. સાથે જ ભદ્રાયુભાઈએ... નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના ‘બાળકને સમય આપો’ કેમ્પેઈનને વખાણ્યુ હતુ અને બાળકો સાથે સમય ગાળવા માટે વાલીઓને અપીલ કરી હતી.
સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી અમિત દવેએ વાલીઓએ દાખવેલા રસને વધાવ્યો હતો, અને ભવિષ્યમાં આવા જ કાર્યક્રમો લોકો સામે મુકવાનું વચન આપ્યું હતુ.
અલગ જ અંદાજ સંસ્કાર, સ્માર્ટનેસ અને શાર્પનેસ
શું તમે નચિકેતા સ્કુલ નિહાળી છે? આજે જ મુલાકાત લો...
ન્યુ રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં ડેવલપ થયેલ સાંઇરામ દવેની ‘નચિકેતા સ્કુલ’ છેલ્લા ટુંકા સમયમાં શિક્ષણ જગતમાં અલગ જ ઓળખ ઉભી કરી છે. ‘નચિકેતા સ્કુલ’ના વિદ્યાર્થીઓ બધાથી અલગ પડે, અને શાઇન કરે તેવુ શિક્ષણ અને કેળવણી અપાઇ છે. બાળકમાં એજયુકેશન સાથે સંસ્કાર, સ્માાર્ટનેસ અને શાર્પનેસ પણ આવે તેવી એક સિસ્ટમ જોવા મળશે. દેશ-વિદેશની અલગ-અલગ શિક્ષણ વ્યવસ્થા સમજી રાજકોટ-સૌરાષ્ટ્રના બાળકોને સમાજ ઉપયોગી બને તેવી એક પઘ્ધતિ ચાલુ કરી છે.


Advertisement