સુરતમાં કાગવડ જેવું ખોડલધામનું નિર્માણ કરાશે: નરેશ પટેલ

23 March 2019 03:12 PM
Ahmedabad Gujarat
  • સુરતમાં કાગવડ જેવું ખોડલધામનું નિર્માણ કરાશે: નરેશ પટેલ

Advertisement

સુરત તા.23
નજીકના ભવિષ્યમાં ડાયમંડ નગરી ગણાતા શહેર સુરતમાં કાગવડ જેવું વધુ એક ખોડલધામ મંદિરનું નિર્માણ થશે તેવી પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં વસતા લેઉવા પાટીદાર સમાજના કુળદેવી તથા અન્ય સમાજના પ્રેરણામૂર્તિ એવા ખોડલ માંનું કાગવડ જેવું ભવ્ય તિર્થધામનું નિર્માણ કરવામાં આવશે. સુરતના વરાછા બારડોલી જેવા વિવિધ વિસ્તારમાં આ અંગે અલગ અલગ જેટલી આઠ મીટીંગ યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમગ્ર મીટીંગોમાં નરેશ પટેલે તેવી પણ જાહેરાત કરી કે આગામી સમયમાં ખોડલધામ કૃષિ યુનિવર્સિટી અને શિક્ષણના હેતુ સાથે પ્રોજેકટ પણ અમલમાં લાવશે. ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં યુવકોને પ્રવેશવું જોઈએ તેમાં કંઈ ખોટું નથી. બે વર્ષ પહેલા 21 જાન્યુઆરી 2017ના રોજ રાજકોટ જીલ્લાના કાગવડ ખાતે પાંચ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં 20 લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે હવે દક્ષિણ ગુજરાતમાં જ આ જ પ્રમાણનું ભવ્ય મંદિર બનશે.


Advertisement