ગટરની સફાઈમાં મોત: દેશભરમાં ગુજરાત બીજા નંબરે

23 March 2019 03:11 PM
Ahmedabad Gujarat
  • ગટરની સફાઈમાં મોત: દેશભરમાં ગુજરાત બીજા નંબરે

1993 થી જાન્યુઆરી 2019 વચ્ચે ગટર સેપ્ટિક ટેંક સાફ કરતી વખતે ગુજરાતમાં 132 કર્મચારીઓનાં મોત કાયદા મુજબ મેન્યુઅલ સ્કેવીન્જીંગ પ્રતિબંધીત છતાં જુની કુપ્રથા યથાવત:દિલ્હીમાં ગટરની સાફસફાઈનું યાંત્રીકરણ: ગુજરાતમાં પણ અમલ કરવા હૈયાધારણ

Advertisement

અમદાવાદ તા.23
નેશનલ કમીશન ફોર સફાઈ કેટેગરીના જણાવ્યા મુજબ 1996 પછી દેશમાં સફાઈકામદારોના મોતમાં ગુજરાત પ્રથમ બે રાજયોમાં આવે છે.
1993 અને જાન્યુઆરી 2019 વચ્ચે 705 સફાઈ કર્મચારીનાં મોત થયા હતા. એમાંથી 132 ગુજરાતમાં નોંધાયા હતા.
નેશનલ કમીશન ફોર સફાઈ કર્મચારી અને આરીઆઈ અરજીના જવાબમાં આ માહિતી મળી હતી. 49 મૃત્યુ સાથે અમદાવાદ રાજય મોખરે રહ્યું હતું.
ગુજરાત સફાઈ કામદાર ડેવલપમેન્ટ કોર્પોરેશનના દાવા મુજબ સીવર્સ (ગટર)ની હવે મેન્યુઅલી (માનવશ્રમ) કરાતી નથી, છતાં રાજયમાં 2016 અને 2018 વચ્ચે 18 મૃત્યુ નોંધાયા હતા.
મેન્યુઅલ સ્કેવેન્જીંગ (મળમૂત્ર ઉપાડવાનું, સફાઈનું કામ) પછાત વર્ગો સુધી સીમીત રચ્યું હોવાથી સફાઈ કર્મચારીના મોત આવી કુપ્રથા સામે સવાલ ઉભા કરે છે.
સફાઈ કર્મચારીઓના કહેવા મુજબ તેમને ગ્લોબલ, માસ્ક અથવા યુનિફોર્મ જેવા સલામત સાધનો આપવામાં આવતા નથી. ગટર સાફ કરતી વખતે અમને બીમાર લાગુ ન પડે એ માટે નિયમિત અમારું તબીબી પરીક્ષણ થતું નથી. કાયદાનો ભંગ કરી કોન્ટ્રાકટરો અમે મેનહોલમાં ઉતરવા ફરજ પાડે છે. 21મી સદીમાં અમારે પુરતા રક્ષણ વગર માનવમળ સાફ કરવાની અમને ફરજ પડે છે. અમે પણ માણસ છીએ, પણ જ્ઞાતિભેદના લીધે અમને પાણીનો પવાલો પણ કોઈ ઓફર કરતું નથી. અમને સરકાર તરફથી ગ્રેચ્યુઈટી કે પેન્શન મળતું નથી, અમે મહીને માત્ર 6000 કમાઈએ છીએ.
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી કહે છે. આ પ્રથા પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કટેજર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એકટ, 2013નો ખુલ્લો ભંગ છે. આવી નંદી અને અમાનવીય કુપ્રથાનો અંત લાવવા ગુજરાત સરકારની કોઈ ઈચ્છા નથી. તે સ્ટેચ્યુ ઓફ યુનીટી માટે રૂા.3000 કરોડ વાપરે છે, પણ માથે મેલુ ઉપાડવાની કે ગટર સાફ કરવાની પ્રથા નાબુદ કરવા માટે કોઈ પૈસા ખર્ચવામાં આવતા નથી.
મેવાણીના દાવા મુજબ મેન્યુઅલ સ્કબેનિજંગનો અંત લાવવા રોબો શોધાયા છે. રૂા.1000 કરોડના બજેટમાં આવાં 10,000 રોબો ખરીદી શકાય. દિલ્હી સરકારે લીવર કિલનિંગમાં થતાં મોતનો અંત લાવવા દાખલારૂપ કામગીરી કરી છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓ સ્કેવેન્જર્સ માટે જરૂરી સાધનો ખરીદવા તૈયાર નથી.
સફાઈ કર્મચારીઓના પંચના જણાવ્યા મુજબ 196 મોત સાથે દેશમાં તામિલનાડુ આવે છે. એ પછી ગુજરાત અને કર્ણાટકનો ક્રમ આવે છે.
કર્મશીલો માને છે કે પંચે આપેલા આંકડા કરતા વાસ્તવિક મૃત્યુ સંખ્યા વધુ હોય શકે છે. ઘણાં રાજય સતાવાળાઓ તેમના રાજયમાં કર્મચારીઓના મોતની સંખ્યા ઓછી દર્શાવે છે. પંચ અખબારી અહેવાલોના આધારે અને કેટલીક રાજય સરકારોએ આપેલા આંકડાના આધારે ડેટા આપે છે.
સફાઈ કર્મચારીઓના પંચના ચેરમેન મનહર ઝાલા કહે છે કે અમે લીવર અથવા સેપ્ટીક રેન્જ સાફ કરતા ગુંગળાઈ જવાના કારણે મૃત્યુ પામેલા લોકોના 412 પરિવારોને વળતર આપ્યું છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ગટર સાફ કરવાની કામગીરીના યાંત્રીકીકરણ કરવા પગલા લેવામાં આવશે.


Advertisement