ભાજપને મોટો ફટકો : સંઘના નેતા-ખેડૂત આગેવાન ચીમનભાઇ ગજેરાએ ભાજપ સાથે છેડો ફડાયો

23 March 2019 02:41 PM
Ahmedabad Gujarat
  • ભાજપને મોટો ફટકો : સંઘના નેતા-ખેડૂત આગેવાન ચીમનભાઇ ગજેરાએ ભાજપ સાથે છેડો ફડાયો

કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ ભાજપ સરકાર સામે નારાજગી વ્યકત કરી અનેક સવાલો ઉઠાવ્યા

Advertisement

અમદાવાદ તા.23
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની પસંદગી સાથે એક બીજા પક્ષમાં ભંગાણ માટે ગજાવર નેતાઓને પક્ષમાં ખેંચવા હોડ લાગી છે ત્યારે અમરેલી જીલ્લા સંઘના નેતા અને ખેડૂત સંગઠન સાથે જોડાયેલા પાટીદાર આગેવાન ચીમન ગજેરા ભાજપથી નારાજ થઇ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડયો છે. સૌરાષ્ટ્રમાં ભાજપને આ ચૂંટણી પૂર્વે મોટુ નુકશાન થવા જઇ રહ્યું છે. અમરેલી જિલ્લાના સંઘના નેતા અને ખેડૂતોના નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને પ્રજાના પ્રશ્નોના વાચા આપવા છજજ ના નેતા પ્રશાંત જોશી અને ખેડૂત નેતા ચિમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા છે. વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરીને જોડાયા બાદ આ બન્ને નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા હતાં તો ભાજપ સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા.દક્ષિણ ગુજરાતના સંઘના પ્રશાંત જોશી વર્ષોથી સંઘમાં જોડાયેલા અને સાગર ભારતી સંઘના પ્રાંત સંયોજક તરીકેની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. જેમના કોંગ્રેસમા જોડાવાથી ભાજપને મોટો ફટકો લાગ્યો છે. તો અમરેલીના પાટીદાર આગેવાન ચીમન ગજેરા ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા છે.ઉલ્લેખનીય છે કે હજુ ચૂંટણી સુધીમાં ભાજપથી નારાજ અનેક સામાજિક અને રાજકીય નેતાઓ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Advertisement