ઉમેદવારોના પ્રચાર માટે મંડપ-ખુરશી-ગાદલા-સ્ટેજ સહિતના ભાવો ઘટાડાયા : ચૂંટણી અધિકારીને દરખાસ્ત

20 March 2019 06:49 PM
Rajkot

10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાવ વધુ હોવાની રજુઆત બાદ : પ્લાસ્ટીક ખુરશીનું ભાડુ 9ના બદલે હવે 6 : વીઆઇપી ગાદી વાળી ખુરશીનાં રૂા.48 : માલ-મજુરી સહિતના દર ઉધારાશે

Advertisement

રાજકોટ તા.20
10-રાજકોટ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારોના કાર્યાલય સભા-સરઘસ મંડપ માટે ખુરશી-ગાદલા-સ્ટેજ, ડેકોરેશન સહિત ભાડે રાખવા માટેના માલ-મજુરી સહિતના ભાવો નક્કી કરી આજે જીલ્લા ચૂંટણી અધિકારીને ભાવ બાંધણુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયેલા ભાવો વધુ હોવાના મુદ્દે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. ભાવ વધુ હોવાની રજુઆત બાદ પુખ્ત વિચારણા અને માર્ગ-મકાન વિભાગ પાસેથી મંગાવેલા ભાવીને ઘ્યાને લઇ નવા ભાવ નક્કી કરી મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા કરાતા ચૂંટણી ખર્ચમાં મંડપ-ખુરશી-ગાદલા-ઓશિકા-સ્ટેજ જર્મન ડોલ સહિતની વિવિધ આઇટમોના ભાવો આ અગાઉ જે નક્કી થયા હતા તે વધુ હોવા મુદ્દે રજુઆત કરવામાં આવ્યા બાદ તંત્રએ નવેસરથી ભાવો નક્કી કરી મંજૂર કરવા માટે જીલ્લા ચૂંટણી અધિકારીને દરખાસ્ત કરી દીધી છે. આમ તો આ નવા ભાવ મોટા ભાગે નક્કી જ છે તેવુ મનાય છે. તંત્રએ નક્કી કરેલા નવા ભાવ બાંધણામાં જર્મની ડોમ કંપનીના એલ્યુમિનિયમના ડોમ માટે પ્રતિ એક ચો.મી.ના અગાઉમાં રૂા.450 હતો. ઘટાડી હવે નવા ભાવ રૂા.350 નક્કી કરાયા છે. સ્ટેજ માટે 1 ચો.મી.ના 851.73માંથી 536, પાઇપ સ્ટેન્ડ બેરીકોડ માટે 263 દૂ કરી નવા ભાવ 1 રનીંગ મીટરના 160 નક્કી થયા છે. પાઇપ ઉભા કરી લગાવવાના બેનર્સ માટેના 1 અને 2 મીટર દીઠ રૂા.10.પ0, વીઆઇપી ગાદીવાળી ખુરશી પ્રોગ્રામના સ્થળે લાવવા-લઇ જવા ભાડુ સહિત 1 ખુરશી દીઠ રૂા.48, સોફાસેટના 1320, સ્ટોલના પતરાવાળી ફોલ્ડીંગ ખુરશીના 1.10 પૈસા, પીવીપી મોલ્ડેડ ખુરશીના રૂા.9ના બદલે હવે રૂા.6 રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ચૂંટણીમાં જાહેર સભા માટે મોટી માત્રામાં પીવીપી પ્લાસ્ટીક ખુરશીઓ ગોઠવાતી હોય તેમાં પાંચ સ્લેબમાં ભાડા નક્કી કરાયા છે. 10 હજારથી લઇ પચાસ હજાર ખુરશીઓ મંડપમાં લાવવા લઇ જવા સહિતનું ભાડુ અગાઉ એક ખુરશીનું રૂા.22 થી 30 નક્કી થયું હતું તે ઘટાડીને હવે સમાન ભાડુ રૂા.20 પ્રતિ એક ખુરશીનું મજુરી-ભાડા સાથે નક્કી કરવાની દરખાસ્ત થઇ છે. માઇક સીસ્ટમ, એમ્પ્લીફાયર, ટેપ રેકોર્ડર, સ્પીકર બોકસ સહિતના જાહેર પ્રચારના વીજ ઉપકરણોનું ભાડુ ફિકસ રૂા.11,500 નક્કી થયા હતા તે ઘટાડી દઇ હવે રૂા.3500 રાખવાનું હાલ નક્કી કરાયું છે. આ ઉપરાંત અન્ય જાહેર પ્રચાર માટે ઓડીયો નીકચર, સીડી, ડીવીડી, પેનડ્રાઇવ, પાવર એમ્પ્લીફાયર, બેઇઝ સ્પીકર, મીડટોપ સ્પીકર સહિતના રૂા.3,0પ,000 ભાડુ દરખાસ્ત થઇ હતી તેમાં ધરખમ ઘટાડો કરી રૂા.1.50 લાખ રાખવાની દરખાસ્ત તંત્રએ ચૂંટણી અધિકારીને કરી હોવાનું જાણવા મળેલું છે.

ઓશીકુ, કવર, ગાદલા, બ્લેન્કેટ, રજાઇ, શતરંજીના ભાડા નક્કી થયા
(1) ગાદલુ-ઓછાડ સાથેે ભાડુ રૂા.8.61
(2) ઓશીકુ-કવર સાથે ભાડુ રૂા.પ.પ0
(3) જાડી ચાદર ભાડુ રૂા.5.78
(4) બ્લેન્કેટ, ગોદડુ, રજાઇ ભાડુ રૂા.9.25
(5) ટ્રે-(મોટીસાઇઝ) ભાડુ રૂા.0.50
(6) એગ્રોનેટ માલ-મજુરી સાથે ભાડુ રૂા.પ.00
(7) જયુટ કારપેટ માલ મજુરી સાથે ભાડુ રૂા.3.30


Advertisement