80 ફૂટ રોડ પીટીસીની સામે બેભાન હાલતમાં પ્રૌઢનું મોત

20 March 2019 06:48 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.20
80 ફૂટ રોડ આંબેડકરનગર-6માં રહેતા હરીભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઇકાલે રાત્રીના સમયે ભાવનગર રોડ પીટીસીની સામે રેતીનાં ઢગલા પાસે સુતો હતો ત્યારે બેભાન થતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાતા તેનું સારવારમાં મોત નિપજયું હતું. હરીભાઇને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. પોતે ત્રણ ભાઇ બે બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે.
અર્ચના પાર્કનાં પ્રૌઢનું બેભાન હાલતમાં મોત
યુનિવર્સિટી રોડ પંચાયત ચોકમાં અર્ચના પાર્કમાં રહેતો હસમુખભાઇ નારણભાઇ વેકરીયા (ઉ.વ.પ2) નામના પ્રૌઢ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતાં તેને સારવારમાં ખસેડાતાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતાં.


Advertisement