શુક્રવાર પછી ગુજરાત ભાજપને દિલ્હીનું તેડું: ઓમ માથુર પહોંચી ગયા: અડવાણીને ‘આરામ’ નિશ્ર્ચિત!

20 March 2019 06:31 PM
Rajkot Gujarat
  • શુક્રવાર પછી ગુજરાત ભાજપને દિલ્હીનું તેડું: ઓમ માથુર પહોંચી ગયા: અડવાણીને ‘આરામ’ નિશ્ર્ચિત!

રાજય ભાજપની યાદીની એક ફાઈલ પણ માથુર સાથે લઈને ગયા છે: અમીત શાહ સાથે અલગ ચર્ચા શકય

Advertisement

રાજકોટ: ગુજરાતમાં ભારતની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા રાજય કક્ષાએ સંપન્ન થઈ છે અને હવે પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ આ યાદીમાં જે પેનલ રજુ થઈ છે અને તેના આધારે મોવડીમંડળ ગુજરાતની તમામ 26 બેઠકોના ઉમેદવાર નકકી કરી શકે છે તથા તેમાં પક્ષ કેટલાક આશ્ર્ચર્ય પણ સર્જી શકે છે. ખાસ કરીને ભાજપ ગાંધીનગર લોકસભા બેઠક કોને લડાવી રહ્યા છે. તેના પર સૌને ઈન્તેજારી છે. હવે ભાજપના બે વરિષ્ઠ નેતા શ્રી અમીતશાહ કે પુર્વ મુખ્યમંત્રી એનંદીબેન પટેલ આ ચૂંટણી લડી રહ્યા હોવા પર લગભગ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે તો સીટીંગ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ફરી એ બેઠક ફાળવવામાં આવે તેવી શકયતા પણ નહીવત છે. શ્રી અડવાણી જેઓ છ વખત ગાંધીનગરના સાંસદ રહી ચૂકયા છે. તેઓ 91 વર્ષના થયા છે. વાસ્તવમાં અડવાણીના અંગત સચિવ શ્રી દિપક ચોપરાએ જણાવ્યું છે કે પક્ષે હજુ અડવાણીને પુછયું જ નથી કે તેઓ ચૂંટણી લડવા માંગે છે કે કેમ તેથી જવા આપવાનો પ્રશ્ર્ન પણ નથી પણ મળતા સંકેતો મુજબ હવે અડવાણીની ચૂંટણી લડવાની સંભાવના પુરી થઈ ગઈ છે. બીજી તરફ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ હોયા બાદ ગમે તે દિવસે ગુજરાત ભાજપના મોવડીઓને બોલાવીને તેમની સાથે ઉમેદવારો અંગે ચર્ચાના કારણે ભાજપના પ્રભારી શ્રી ઓમ માથુર દિલ્હી પહોંચી ગયા છે. તેઓ અમીત શાહ સાથે આ યાદી અંગે અલગથી ચર્ચા કરશે.


Advertisement