કોંગ્રેસ રાત સુધીમાં ગુજરાતના 10 ઉમેદવાર જાહેર કરશે

20 March 2019 06:30 PM
Rajkot Gujarat
  • કોંગ્રેસ રાત સુધીમાં ગુજરાતના 10 ઉમેદવાર જાહેર કરશે

રાજકોટના ઉમેદવારની અંતિમ દિવસોમાં જાહેરાત થવાના નિર્દેશ: નવા ચહેરા પર ફોકસ : કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીનગર, અમદાવાદ (પશ્ર્ચિમ)ની બેઠકોના ઉમેદવારો ફાઈનલ

Advertisement

રાજકોટ તા.20
કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીની કવાયતમાં આજે ગુજરાતના વધુ આઠથી દસ ઉમેદવારોના નામો જાહેર થવાની શકયતા છે. રાજકોટનુ નામ આજે જાહેર થાય છે કે કેમ તેના પર સસ્પેન્સ છે.
કોંગ્રેસના લોકસભા તથા પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવાર પસંદગીનો તખ્તો દિલ્હી ખસેડાયો છે. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી બે દિવસથી દિલ્હીમાં છે. મંગળવારે બેઠક થઈ હતી. આખરી નિર્ણય બાકી રહેતા તેઓએ રોકાણ લંબાવ્યું છે.
સૂત્રોએ કહ્યું કે ગુજરાતની કુલ 26માંથી 4 ઉમેદવારો અગાઉ જાહેર થઈ ગયા છે. હવે 22માંથક્ષ બીજા આઠ નામો કલીયર થઈ ગયા છે તેની જાહેરાત આજે રાત સુધીમાં થઈ જવાની શકયતા છે. આ આઠ નામોમાં અમદાવાદ પશ્ર્ચીમમાં હિમાંશુ પટેલ, પાટણના જગદીશ ઠાકોર, કચ્છમાં નરેશ મહેશ્ર્વરી, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ, પોરબંદરમાં લલીત વસોયા તથા ગાંધીનગરમાં સી.જે.ચાવડા ફાઈનલ થયાના સંકેત છે.
પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ પણ કહ્યું કે 10 બેઠકોના સીંગલ નામ નકકી થઈ ગયા છે.
સૂત્રોએ એમ કહ્યું છે કે ગુજરાતના ઉમેદવારો સાથે ગઈકાલે બે કલાક બેઠક ચાલી હતી. સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ કે.સી.વેણુગોપાલ ઉપરાંત ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ તથા અહેમદ પટેલ પણ હાજર હતા. 10 બેઠકોના સીંગલ નામો નકકી થયા હતા આજે કેન્દ્રીય ચૂંટણી કમીટીની બેઠકમાં સ્વીકૃતિ અપાયા બાદ જાહેર થઈ શકે છે.
રાજકોટની બેઠક વિશે હજુ સસ્પેન્સ રહ્યો છે. ધારાસભ્ય લલીત કગથળા તથા જીલ્લા પ્રમુખ હીતેશ વોરાના નામો હોવા છતાં નવા ચહેરા પર ફોકસ રાખવામાં આવ્યું હોવાથી નેતાગીરી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચી નથી.


Advertisement