ગુજરાતમાં ભાજપને 22-24, રાષ્ટ્રીયસ્તરે 248-251 બેઠકો મળશે: બુકીબજારનુ અનુમાન

20 March 2019 06:22 PM
Rajkot Gujarat

કોંગ્રેસને 75-78 બેઠકો મળવાનો અંદાજ: ભાજપ તરફી વધુ દાવ લાગતા હોવાનો નિર્દેશ

Advertisement

રાજકોટ તા.20
લોકસભા ચૂંટણીમાં આ વખતે કરોડો-અબજોનો અભૂતપૂર્વ સટ્ટો રમાવાની અટકળો પ્રવર્તી રહી જ છે. ભાજપને 248 થી 251 તથા કોંગ્રેસને 75 થી 78 બેઠકો મળવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપને 2થી4 બેઠકોનું નુકશાન થવાનો બુકીઓનો અંદાજ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથેજ બુકીબજારમાં સટ્ટો રમાવો શરુ થઈ ગયો હતો અને દિવસે દિવસે જોર પકડવા લાગ્યો છે. એક ટોચના બુકીએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામ જાહેર થયા પછી સટ્ટો વધુ જોર પકડશે. કોંગ્રેસે 100થી વધુ નામ જાહેર કરી દીધા છે. ભાજપની યાદી બાકી છે. ઉમેદવારોનું ચિત્ર અને સામસામા સ્પર્ધકો નકકી થવા લાગતાની સાથે જ સટ્ટાનું પ્રમાણ વધવાની શકયતા છે.
અત્યારની સ્થિતિએ બુકીઓ ભાજપને 248થી 251 બેઠકો મળવાનો અંદાજ બાંધી રહ્યા છે જયારે કોંગ્રેસને 75થી78 બેઠકો મળવાનું અનુમાન દર્શાવ્યું છે. બુકીઓના કહેવા પ્રમાણે ભારતની પાકિસ્તાન પરની એરસ્ટ્રાઈક પછી ભાજપની બેઠક સંખ્યામાં પંદરેક બેઠકોનો વધારો થયો છે.
બુકીઓ દ્વારા રાજયવાર ભાવ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 26 બેઠકોમાંથી ભાજપને 22થી24 બેઠક મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ઉતરપ્રદેશની કુલ 80માંથી ભાજપને 41થી43 બેઠકો મળવાનો બુકીબજારનો અંદાજ છે.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિને 48માંથી 33-35 બેઠકો મળવાનો બુકીઓમાં અંદાજ છે. રાજસ્થાનમાં ભાજપને 19થી21 બેઠક, બિહારમાં 12થી14 બેઠક,પશ્ર્ચિમ બંગાળમાં 10થી11 બેઠક, પંજાબમાં 7થી8 બેઠક, દિલ્હીમાં 6થી7 બેઠક, પંજાબમાં 7થી8 બેઠક, દિલ્હીમાં 6થી7 બેઠક, હરીયાણામાં 7થી8 બેઠક, મધ્યપ્રદેશમાં 20થી22 બેઠક, મધ્યપ્રદેશમાં 20થી22 બેઠકો મળવાનો બુકીઓનો અંદાજ છે.
બુકીબજારના ભાવ મુજબ ભાજપનો 272 બેઠકોનો ભાવ રૂા.2.20 થી 3260 બેઠકોનો ભાવ રૂા.1.40 થી 1.80, 240 બેઠકોનો ભાવ 50થી60 પૈસા તથા 200 બેઠકોનો ભાવ 11 પૈસા બોલાય રહ્યો છે. કોંગ્રેસનો 70 બેઠકોનો ભાવ 60થી70 પૈસા તથા 60 બેઠકોનો ભાવ 40થી50 પૈસા છે. બુકીઓના કહેવા પ્રમાણે ઉમેદવારોના નામો કલીયર થયા બાદ સટ્ટો વધુ જામવા લાગશે. અત્યારે તો મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસની બેઠકો પર દાવ લાગી રહ્યા છે. ઉમેદવારો પર સટ્ટા લાગવાનુ હવે શરુ થશે અત્યારે મોટાભાગના દાવ ભાજપ તરફી લાગી રહ્યા છે.


Advertisement