સૌરાષ્ટ્રના સમાચાર

20 March 2019 03:22 PM
Saurashtra
Advertisement

ગોંડલમાં આચાર સંહિતાનો ભંગ યથાવત
ગોંડલના જેતપુર રોડ પર આવેલ આંધ્ર બેન્કના ડિસ્પ્લે પર પ્રધાનમંત્રીના ફોટો સાથે નું બેનર યથાવત હોય અને લોકો કહેવા લાગ્યા હતા કે આંધળા તંત્રને આંધ્ર બેન્ક નું બેનર નજરે આવતું નથી.
ગોંડલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો
ગોંડલના જેતપુર રોડ ખાતે આવેલ શ્રી દાસી જીવણ પાર્ટી પ્લોટ માં સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હોય આજે રાત્રિના શ્રી કૃષ્ણ જન્મોત્સવ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો વ્યાસાસને જીગ્નેશ દાદા રાધે રાધે બિરાજી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા મંડળના સદસ્યો તેમજ ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.
ગોંડલમાં પેટ્રોલ પંપના કર્મચારીની પ્રમાણીકતા, ગ્રાહકને રોકડા રૂપિયા ભરેલ પાકીટ પરત કર્યું
વર્તમાન સમયમાં જો કોઈને રૂપિયા પચાસ કે સોની નોટ મળે તોપણ તુરંત જ તેને ખિસ્સામાં નાખી લોકો ખુશી અનુભવતા હોય છે ત્યારે પેટ્રોલ પંપ ના કર્મચારીએ મળી આવેલ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ આપ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોલેજ ચોક પાસે પંચનાથ પ્લોટ વિસ્તારમા રહેતા અને નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ મા નોકરી કરતા હસમુખ પુરીહિતને શાપર વેરાવળ થી પેટ્રોલ ભરાવવા આવેલ રમેશભાઈ રાખશિયા નું રોકડ રકમ ભરેલ પાકીટ મળી આવેલ હતું. આ પાકીટ માં રૂપિયા 5500 રોકડ તેમજ ક્રેડિટ કાર્ડ લાયસન્સ પાનકાર્ડ ચૂંટણી કાર્ડ જેવી જરૂર વસ્તુ ઓ પાકીટ મા હોવાથી પેટ્રોલ પંપ ના મલિક ને ફોને કરી ને જાણ કરેલ હતી. અને ગણતરીની કલાકોમાં જ મૂળ માલિક નો સંપર્ક થઈ જતા તેઓને પાકીટ પરત કરવામાં આવ્યું હતું.
ગોંડલમાં નમામી નર્મદે : નર્મદા નીરનું આગમન
ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં આવેલ ગણેશ ગઢ ખાતે આજે સૌની યોજના અંતર્ગત નર્મદા નીરની પધરામણી થતા ગોંડલ અક્ષર મંદિર ના સંતો-મહંતો ને ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ તકે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તેમજ ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિત રહી વધાવ્યા હતા.
ગોંડલમાં શ્રી વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને ભોજન પીરસાયું
ગોંડલના શ્રી વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ માનસિક અને શારિરીક ખોડખાપણ ધરાવતા બાળકોની સેવા કરવામાં આવી રહી છે સાથોસાથ દર રવિવારે હલો ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે
આ કાર્યને સફળ બનાવવા ગોપીબેન જાની પોપટભાઈ દુધાત્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.
ગોંડલનું અનેરૂ શ્રી રામ પુસ્તકાલય
આજના સમયમાં ટી.વી.મોબાઇલ,કોમ્પ્યુટર જેવા સાધનોને લીધે માણસો નું વાંચન ઓછું થઈ ગયું છે. આ પુસ્તકાલયને આજે તેર વર્ષ પુરા થયેલછે. પૂ.શ્રી મોરારીબાપુએ પણ ઉલ્લેખ કરેલ છે."દેવાલય-પુસ્તકાલય" બંને એક બીજાના પૂરક હોઈ પાસે પાસે હોવા જોઈએ.તે મુજબ શ્રી રામ પુસ્તકાલય શ્રી રામજીમંદિર ના પ્રવેશદ્રાર પાસેજ છે.જેમાં ધાર્મિક, આધ્યાત્મિક, ઐતેહાસિક પુસ્તકો જેના વાંચન મનન શ્રી મનુષ્યના જીવનમાં સંસ્કારરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પુસ્તકાલય માં આજે 1500 થી વધુ નાના મોટા પુસ્તકો છે.ઉપરાંત સર ભગવતસિંહ બાપુના ગૌમંડલ ના નવ ભાગ પણ વાંચન માટે સોનામાં સુગંધરૂપ સમાન છે.આ પુસ્તકાલય ના સભ્યો 4000 આસપાસ છે.અને ગ્રંથપાલ તરીકે શ્રી મનુભાઈ કારેણાં માનદસેવા આપી રહ્યા છે. પુસ્તકાલય ના વિકાસના મંદિર ના મહંતશ્રી જયરામદાસજી મહારાજ,શ્રી દિવ્યેશભાઈ રાજદેવ,શ્રી દવે સાહેબ,શ્રી ધીરુભાઈ બુધ્ધદેવ,શ્રી જયંતિભાઈ મશરૂ,શ્રી મોહનભાઇ વેકરીયા,વગેરે ખુબજ સાથ સહકાર સાથે માર્ગદર્શન આપી રહ્યા છે.
ભાવનગ૨માં જરૂ૨ીયાતમંદ પ્રજ્ઞાચક્ષ્ાુ પિ૨વા૨ોને અનાજ કીટનું વિત૨ણ
તા. ૧૭/૩ને ૨વિવા૨ના ૨ોજ શ્રી અંધ અભ્યુદય મંડળ-ભાવનગ૨ ા૨ા અંધશાળા ખાતે સાંજે ૪.૦૦ કલાકે આર્થિક ૨ીતે પછાત અને જરૂ૨ીયાત પ્રજ્ઞાચક્ષ્ાુ પિ૨વા૨ોને અનાજ કીટોનું દેવાલીબેન બાબુભાઈ ચાંપાને૨ી, જયસુખભાઈ કાનજીભાઈ મક્વાણા, સ્વ. જેન્તીભાઈ આ૨. ત્રિવેદી અને સ્વ. મુકુંદ૨ાય પી. ૨ાજયગુરૂના સ્મ૨ણાર્થે આવેલ દાન અને શ્રી ગુણવંત૨ાય પ્રાગજીભાઈ ૨ાજયગુરૂનાં આર્થિક સહયોગથી ક૨વામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ્ા સ્થાને ક૨વામાં આવ્યું હતું જેમાં ૨૦થી વધુ પ્રજ્ઞાચક્ષ્ાુ પિ૨વા૨ોને અનાજ કીટ વિત૨ણ ક૨વામાં આવ્યું હતું.
ભાવનગ૨માં પી૨દાદા ઉર્ષ્ા નિમિતે સીદીકી ધમાલ સહિતના કાર્યક્રમો યોજાયા
દ૨ વર્ષ્ાની પ૨ંપ૨ા મુજબ આ વર્ષ્ો પણ ભાવનગ૨ શહે૨ના માળીના ટેક૨ા, શાક માર્કેટની પાછળ, આવેલા હઝ૨ત ૨ોશન ઝમી૨ સીદીમામુ પી૨દાદાનો ઉર્ષ્ા શ૨ીફ શાનદા૨ ૨ીતે ઉજવાશે. આ ઉર્ષ્ા પ્રસંગે તા. ૧૯/૩ ને મંગળવા૨ે સાંજે ૬.૩૦ કલાકે દ૨ગાહ શ૨ીફમાં સંદલ શ૨ીફ, ન્યાઝ શ૨ીફ, સલાતો સલામ, અને સામુહિક દુવા ક૨ાશે તેમજ ૨ાત્રે ૮.૦૦ કલાકે દ૨ગાહ શ૨ીફ પાસે સીદીકી ધમાલ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.


Advertisement