જામનગરમાં મિશ્ર ઋતુનો અનુભવ: બપોરે તડકો

18 March 2019 07:07 PM
Jamnagar

લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીએ પહોંચ્યો: બપોરના સમયે એસી પંખા ઓન

Advertisement

જામનગર તા.18: જામનગરના વાતાવરણમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાત્રીના સમયે ઠંડા પવન ફુંકાવાનો સિલસિલો યથાવત રહેતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે તો વળી બપોરના સમયે આકરા તાપથી લોકો ગરમી અનુભવી રહ્યા છે. શહેરમાં ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચી ગયું છે.
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મિશ્ર વાતાવરણ સર્જાયું છે. ઉનાળાનું આગમન થઇ ગયું છે. પરંતુ રાત્રીના સમયે ફુંકાતા ઠંડા પવનથી લોકો હજુ પણ ઠંડી અનુભવી રહ્યા છે. બપોરના સમયે પડતા આકરા તાપથી ઘર, ઓફીસમાં એસી પંખા ઓન થઇ ગયા છે પરંતુ રાત્રે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ટાઢુબોળ થઇ જાય છે. રાત્રીના સમયે ફુંકાતા ઠંડા પવનથી લઘુત્તમ તાપમાન પણ ગગડ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 16 ડિગ્રી, મહતમ તાપમાન 33.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા જયારે પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.


Advertisement