જામજોધપુર : શિક્ષિકા પર બળાત્કાર ગુજારનાર સખ્સ સહીત બે પકડાયા

18 March 2019 07:07 PM
Jamnagar

અગાઉ બે સખ્સોની ધરપકડ કરાઈ છે : બે મહિલાઓ સહીત હજુ 16 સખ્સો ફરાર છે

Advertisement

જામનગર તા.18:
ભાણવડ પંથકમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે બળાત્કાર ગુજારનાર ગાંધીનગરના સખ્સની જામજોધપુર પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય આરોપીની સાથે મદદગારી કરનાર તેના જ મિત્રની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ બે સખ્સોની ધરપકડ કરવામાં આવી છે, આરોપીએ અન્ય સખ્સોની મદદથી તેણી સાથે મૈત્રી કરાર કરી શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ છે. પોલીસે અન્ય સખ્સો સુધી પહોચવા બંનેના રિમાન્ડ મેળવી પુછ્પરછ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ, મૂળ જામજોધપુરમાં રહેતી અને ભાણવડ ખાતે એક ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી યુવતિ અગાઉ ઉપલેટાના સંબંધીના માધ્યમથી આરોપી વસંત ઠાકોરના સંપર્કમાં આવી હતી. આ સખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મિત્રોને સાક્ષીમાં રાખી તેણી સાથે મૈત્રીકરાર કર્યા હતા. દરમિયાન આરોપી વસંત ઠાકોરે તેણી સાથે શારીરિક સંબંધ બાંધી તેણીને દોઢ માસનો ર્ગભ રાખી દીધો હતો. દરમિયાન આરોપીએ એક તબીબ પાસે તેણીનું એબોર્શન કરાવી નાખ્યું હતું. આ બાબતનો તેણીએ વિરોધ કરતા આરોપીએ મારકુટ કરી સગા-સંબંધીની મદદથી અડધુત કરી, ઘરે પરત મુકી જઇને મૈત્રી કરાર રદ કર્યાની સહી પણ કરાવી લીધી હતી.આ બનાવની પોલીસે ફરીયાદ પરથી વસંત ઠાકોર ઉપરાંત મદદગારો સહીત વીશ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં એબોર્શન કરનાર તબીબ સામે પણ સમાવેશ થાય છે,
આ પ્રકરણમાં એસસીએસટી સેલના ડીવાયએસપી જે.એસ.ચાવડા સહીતના સ્ટાફે તપાસ દરમ્યાન બે આરોપીની અગાઉ ધરપકડ કરી હતી.ત્યારબાદ ગાંધીનગર ખાતેથી પોલીસે મુખ્ય આરોપી વસંત અશોકજી ઝાલા અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ટીનો ગોકળદાસ પ્રજાપતિ(રે.સરગાસણા)ની ધરપકડ કરી છે.પોલીસે મુખ્ય આરોપીની સઘન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ 16 સખ્સોની ધરપકડ કરવી બાકી છે, પોલીસે આરોપીઓ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.


Advertisement