ભાજપના એક સાંસદ ખડયા: લીલાધર વાઘેલા ચૂંટણી નહીં લડે

18 March 2019 06:13 PM
Dhoraji Gujarat
  • ભાજપના એક સાંસદ ખડયા: લીલાધર વાઘેલા ચૂંટણી નહીં લડે

Advertisement

પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ અંતે પક્ષની શરણાગતિ સ્વીકારી છે. તેઓએ 2019ની લોકસભા ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી હતી. અગાઉ પોતાને બનાસકાંઠામાંથી ચૂંટણી લડાવવા માટે ભાજપ પાસે માંગણી કરી હતી. અથવા તો તેના પુત્રને લોકસભાની ટીકીટ આપવાની શરત મુકી હતી પરંતુ આજે તેઓએ પોતે હવે લોકસભા ચૂંટણી લડવા માંગતા નથી તેમ કહીંને ભાજપ મોવડી મંડળ માટે રાહતની લાગણી કરી દીધી છે. પાટણની બેઠક ઉપર ભાજપ હવે હરીભાઈ ચૌધરીને લડાવે અથવા તો શંકર ચૌધરીને સમાવે તેવી શકયતા છે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ લીલાધાર વાઘેલા અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયારીમાં હતા પરંતુ હવે તેઓને સમજાવવામાં ભાજપ મોવડી મંડળને સફળતા મળી છે.


Advertisement